Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ઢાંઢણીમાં વાડીમાં દવા છાંટતી વખતે ઝેરી અસર થતા રમેશભાઈ રાઠોડનું મોત

રાજકોટ, તા. ૭ :. ઢાંઢણી ગામ પાસે વાડીએ બકાલામાં દવા છાંટતી વખતે ઝેરી અસર થતા કોળી યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગત મુજબ ઢાંઢણી ગામમાં રહેતા રમેશભાઈ મેરામભાઈ રાઠોડ (ઉ.વ. ૩૬) ગઈકાલે પોતાની વાડીએ શાકભાજીના પાકમાં ઝેરી દવા છાંટતા હતા ત્યારે તેને ઝેરી અસર થતા બેભાન થઈ જતા તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. મૃતક રમેશભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ. પંકજભાઈ દીક્ષીત અને વિપુલભાઈ રબારીએ કાર્યવાહી કરી હતી.

(12:08 pm IST)
  • સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસનો ૨૧મી ડિસેમ્બરે સ્પેશિયલ CBI કોર્ટમાં સંભળાવાશે ચુકાદો access_time 3:50 pm IST

  • ૬ રાજયોના પેપર લીક થયાનું ખુલ્યુ : વધુ ૩થી ૪ શંકાસ્પદની અટકાયત : એટીએસની તપાસ : યશપાલ સહિત ૩ આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા : પોલીસ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરશે : મોબાઈલ કોલ ડિટેઈલની પણ તપાસ કરાશે access_time 3:27 pm IST

  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST