Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ભાવનગરમાં આગ લાગતા લાકડાની આખી લાતી સળગી ગઇ

ભાવનગર તા.૭: ભાવનગર નજીક લાકડાની લાતીમાં આગ ભડકી ઉઠતાં લાકડાનો મોટો જથ્થો સળગી જવા પામ્યો હતો.

મળતી વિગતો મુજબ સિંહોર-ભાવનગર રોડ વરતે જ પાસે નવાગામ નજીક આવેલ પીયુષભાઇ વિનાયકભાઇ જગડની માલીકીનાં લાકડાનાં કારખાનામાં મોડી રાત્રે આગ ભભુકી ઉઠતાં લાકડાનો મોટો જથ્થો આગની ઝપેટમાં આવી ગયો હતો. બનાવની જાણ થતાં જ સિંહોર નગરપાલિકાનું ફાયર બ્રિગેડ બનાવ સ્થળે દોડી ગયું હતુ. અને બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગથી લાકડાનું કારખાનું સંપુર્ણ સળગી જવા પામ્યું હતું.

(12:07 pm IST)
  • પંચમહાલ જિલ્લાનાગોધરાના ગદુકપૂર ગામમાં આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં 3 જેટલા ઈસમોએ કર્યો ચોરીનો પ્રયાસ કર્યો હતો બેંકનો મુખ્ય દરવાજો તોડી બેંકમાં પ્રવેસી બેંકનું સેફ વોલ્ટ તોડવા જતા ઈમરજન્સી સાયરન વાગતા 3 ઈસમો ફરાર સાયરન વાગતા બેંકમાં રાખેલી રોકડ રકમની ચોરી અટકી છેબનાવને પગલે ગોધરા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે access_time 3:56 pm IST

  • ગીરસોમનાથ :તાલાલાના બોરવાવ ગામે પીતાની નજર સામે 8 વર્ષના પૂત્ર પર દિપડાએ કર્યો હુમલો:પિતાએ દીપડાનો પીછો કરતા ઇજાગ્રસ્ત પૂત્રને છોડી દીપડો નાસી છુટ્યો :વનવીભાગે બે પીંજરા મૂકતા હુમલાખોર દીપડો ઝડપાયો access_time 3:30 pm IST

  • રોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST