Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

જસદણની પેટાચૂંટણીનો ઘુંટાતો રંગઃ મંગળવારે ખર્ચના રજીસ્ટર તપાસાશે

ઉમેદવારોએ દર્શાવેલ ખર્ચ અને ચૂંટણી પંચે નોંધેલ ખર્ચની ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મેળવણી થશેઃ ગરબડ હોય તો પગલા : કોઇ પણ એક વ્યકિત કે એજન્સીને આખી ચૂંટણી દરમિયાન રૂ. ૧૦ હજારથી વધુ રકમ રોકડમાં ચૂકવી શકાશે નહિ

રાજકોટ, તા., ૭:  જસદણ વિધાનસભાની પેટાચુંટણીનો રંગ ધીમે ધીમે જામી રહયોછે. મુખ્યત્વે કોળી અને પાટીદાર મતદારોના પ્રભુત્વ હેઠળના આ મતક્ષેત્રના મતદારો હજુ મન કળાવા દેતા નથી ગઇકાલે ઉમેદવારી પત્ર પાછા ખેંચાવાનો સમય પુરો થતા ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. એક મહિલા સહિત કુલ ૮ ઉમેદવારો મેદાનમાં રહયા છે.

ગઇકાલે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓએ ઉમેદવારો સાથે બેઠક યોજી મુકત અને ન્યાયી ચૂંટણી યોજવાની કટીબધ્ધતા સાથેમાર્ગદર્શન આપ્યું હતું. ખર્ચ બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચના નિરીક્ષક ઉપરાંત સ્થાનીક કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસીયાને ખર્ચ બાબતની દેખરેખની જવાબદારી સોંપાયેલ છે.

રાજકીય પક્ષોમાટે ખર્ચની મર્યાદા નથી. ઉમેદવાર દીઠ રૂ. ર૮ લાખના ખર્ચની મર્યાદા છે. દરેક ઉમેદવારે ચૂંટણીલક્ષી ખાસ બેંક એકાઉન્ટ ખોલવવાનું અને ખર્ચનું રજીસ્ટર નિભાવવાનું  ફરજીયાત છે. રોજેરોજ ખર્ચ દર્શાવવાનો રહેશે. ચુંટણી પંચે ઉમેદવારોનારજીસ્ટરની તપાસ માટે તા.૧૧, તા.૧૪ અને તા.૧૮ નક્કી કરેલ છે. ચૂ઼ંટણી પંચના પ્રતિનિધિઓ દ્વારા ઉમેદવારોના ખર્ચ પર નજર રાખવામાં આવીરહી છે. રજીસ્ટરની પ્રથમ તપાસ મંગળવારે થશે ચુંટણી પંચે નોંધેલ અને ઉમેદવારે દર્શાવેલ ખર્ચમાં તફાવત આવે અથવા કોઇ ખર્ચ છુપાવ્યાનું માલુમ પડે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ઉમેદવાર રૂ. ૧૦ હજારથી વધુ રકમનું ચુકવણું રોકડમાં કરી શકશે નહિ વ્યકિત, એજન્સી, પેઢી વગેરે માટે આખી ચુંટણી દરમિયાનનો આ માપદંડ છે અક જ વ્યકિત, સંસ્થા, પેઢીકે એજન્સીને એક સાથે કે તબક્કાવાર રૂ. ૧૦ હજારથી વધુ રકમ રોકડમાં ચુકવી શકાશે નહિ. નાણાની હેરાફેરી બાબતે પોલીસની મદદથી નજર રાખવામાં આવી રહી છે. જસદણ મતક્ષેત્રમાં રૂ. પ૦ હજારથી વધુ રોકડ રકમ લઇને નીકળનાર વ્યકિત પકડાય તો તેણે આધાર-પુરાવા આપવા પડશે.

(12:03 pm IST)
  • સુરતની ઓલપાડ મામલતદાર કચેરીમાં ઘટના: સુરત કલેકટરનો વેચાણ પરવાનગી આપતો ખોટો હુકમ બનાવી ખોટો રાઉન્ડ વારો સિક્કો મારી જમીન પચાવી પાડવાનું કાવતરું બહાર આવ્યું :ઓલપાડના સોંસક ગામે આદિવાસીની ૭૩-એએ ની જમીન પચાવી પાડવા રચાયું કાવતરું: ઓલપાડ મામલતદારએ ઓલપાડ પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ: કીર્તિભાઈ પટેલ, દલશુખ નારોલા- કતારગામ - સુરત, ભરત ભાઈ નામના ત્રણ ઈસમો સામે નોંધાવી ફરિયાદ: સમગ્ર મામલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. access_time 9:29 pm IST

  • વડોદરા :વાઘોડીયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા :જગદીશ શાહના ફાર્મ હાઉસમાં હતી મહેફિલ :વાઘોડીયા પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો :લગ્નપ્રસંગ પૂર્વે યોજાઈ હતી દારૂની મહેફિલ :ભારતીય બનાવટની દારૂ, 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : પોલીસે 14 નબીરાઓની કરી ધરપકડ access_time 3:24 pm IST

  • દેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST