Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

જસદણ પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ હવે ૮ ઉમેદવારો ચુંટણી જંગમાં

જસદણ તા. ૭ : જસદણ બેઠકની પેટાચૂંટણીમાં ગઈકાલેઙ્ગ ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે સાત ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા હવે આઠ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. જોકે મુખ્ય જંગ બન્ને મુખ્ય રાજકીય પક્ષ વચ્ચે જ છે.ઙ્ગ

જસદણ ચૂંટણી અધિકારી સમક્ષ કમળાપુર ગામનાઙ્ગ પટેલ અપક્ષ ઉમેદવાર જીગ્નેશભાઈ વસંતભાઈ બોઘરા,ઙ્ગ કોળી અપક્ષ ઉમેદવાર જસદણના સુરેશભાઈ મેરામભાઈ જોગરાજીયા,ઙ્ગ જસદણના સાધુ સમાજના અપક્ષ ઉમેદવાર મહેશગીરી મહારાજગીરી ગોસ્વામીએ, આધિયાના પંકજભાઈ દિલીપભાઈઙ્ગ મંડીર અપક્ષ, મનસુખભાઇ જેઠાભાઇ ખેતરિયા અપક્ષ, કોળી રસિકભાઈ સોમાભાઈ રોજસરા અપક્ષ, હડમતીયાના વાલજીભાઈઙ્ગ મેગજીભાઇ ઝાપડીયા અપક્ષે તેમની ઉમેદવારી પાછી ખેંચી હતી.

જસદણ બેઠક માટેઙ્ગ કોંગ્રેસના અવસરભાઈ કાનજીભાઈ નાકિયા,ઙ્ગ ભાજપના કુવરજીભાઈ મોહનભાઈ બાવળીયા,ઙ્ગ જસદણના મુકેશભાઈ મોહનભાઈ ભેંસજાળીયા અપક્ષ,ઙ્ગ ઙ્ગગુજરાત જનચેતના પાર્ટી, જસદણના ભરતભાઈ જેસાભાઇ માનકોલીયા અપક્ષ, જસદણના નાથાલાલ પૂંજાભાઈ ચિત્રોડા અપક્ષ, ભાવનગરના ધરમશીભાઈ રામજીભાઈ ઢાપા વ્યવસ્થા પરિવર્તન પાર્ટી,ઙ્ગ આણંદનાઙ્ગ દિનેશભાઇ શનાંભાઈ પટેલ નવીન ભારત નિર્માણ મંચ, અને ગાંધીનગર ના નિરૂપાબેન નટવરલાલ માધુ અપક્ષઙ્ગ એમ કુલ આઠઙ્ગ ઉમેદવારો ચુંટણી જંગમાં છે. જોકે કુલ આઠ ઉમેદવારો પૈકી ચાર ઉમેદવારો રાજકોટ, ગાંધીનગર, આણંદ, અને ગાંધીનગરના એટલે કે જસદણ વિધાનસભા મતવિસ્તાર બહારના છે.ઙ્ગ બેય રાજકીય પક્ષના મુખ્ય બે ઉમેદવારો સિવાય જસદણ પંથકના સ્થાનિક ઉમેદવારો બે અપક્ષ ઉમેદવારો છે.

દરમિયાનઙ્ગઅંતિમ ચિત્ર સ્પષ્ટ થતા ચૂંટણી તંત્રએ એવીએમ ના બેલેટ યુનિટમાં મુકવા માટે બેલેટ પેપરઙ્ગ છપાવવા માટે કામગીરી શરૂ કરી છે. અંતિમ ચિત્ર સ્પષ્ટ થતા હવે સાચો રાજકીય ધમધમાટ શરૂ થશે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કુલ પંદર ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. જેની સરખામણીમાં આ વખતે માત્ર આઠ ઉમેદવારો છે.

(12:01 pm IST)