Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

જીલ્લા ભાજપ મહિલા મોરચામાં ગાબડુ પાડવા માટે કોંગ્રેસના તબીબનું ઓપરેશન

આજે વીસેક ભાજપ મહિલા હોદ્દેદારો કોંગ્રેસી ખેસ પહેરી શકે છે

રાજકોટ, તા. ૭ : જસદણની પેટાચૂંટણીને અનુલક્ષીને ભાજપ અને કોંગ્રેસ અકબીજાના આગેવાનોને ખેડવવા માટે પ્રયત્નશીલ થયા છે. ત્યારે જીલ્લા ભાજપ મહિલા મોરચામાં ગાબડુ પાડવા માટે સક્રિય બનેલા કોંગ્રેસના જાણીતા ન્યુરોસર્જન ડો. હેમાંગ વસાવડાને સફળતા મળી હોવાનું મનાય છે. સંભવત આજે બપોરે રાજકોટ જીલ્લા ભાજપના વીસેક મહિલા હોદ્દેદારો તેમના ટેકેદારો સાથે કોંગ્રેસનો ખેસ પહેરશે તેવા વાવડ મળી રહ્યા છે.

જસદણ ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસી વર્તુળોમાંથી મળતા અહેવાલો મુજબ ગઇકાલે બપોરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યાક્ષ ડો. હેમાંગ વસાવડાએ જસદણ આવીને અમુક ગુફતેગુ કર્યા બાદ રાજકોટ જીલ્લા ભાજપના મહિલા મોરચાના નારાજ વીસેક હોદ્દેદારોને આજે રાજકોટ ખાતે ડોકટરના નિવાસ સ્થાને કોંગ્રેસી ખેસ પહેરાવવાના ચક્રો ગતિમાન થયાનું મનાય છે.

એમ કહેવાય છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જીલ્લા ભાજપ મહિલા મોરચાના બે ડઝન જેટલા હોદ્દેદારો તથા આગેવાનોને કોંગ્રેસમાં પ્રવેશ આપવામાં આવશે.

એક તરફ ભાજપના આગેવાનો કોંગ્રેસના મોટા માથાને ખેડવવા માટેની ફીરાકમાં છે ત્યારે કોંગ્રેસ પણ વળતો ધા મારવા પ્રયત્નશીલ છે.

જસદણની પેટાચૂંટણીને અનુલક્ષીને બન્ને પક્ષ તડ-જોડના ઓપરેશનમાં ધ્યાન કેન્દ્રીત કર્યાનું મનાય છે.

 

(12:03 pm IST)
  • દેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સત્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST

  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST

  • મોરબીના રવાપર ધૂનડા રોડ પર નવા બની રહેલાં બિલ્ડીંગમાં લિફ્ટના ખાચામાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છેપ્રાથમિક તપાસમાં પોલીસને મૃતક યુવાન પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છેપોલીસે સમગ્ર બનાવ ની ગંભીરતાપૂર્વક નોંધ લઈ યુવાન ના મોત અંગેનું કારણ અને પરિવારની શોધખોળ હાથ ધરી છે access_time 3:56 pm IST