Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

દેવભૂમિ દ્વારકા ખાતે શનિવારે મંત્રી ભુપેન્દ્રસિંહના હસ્તે કામોનો શુભારંભ થશે

દેવભૂમિ દ્વારકામાં ૧૦મીએ જિલ્લા કક્ષાનો ભરતી મેળો

દેવભૂમિ દ્વારકા, તા.૬: શનિમંદિર હાથલા, જિ.દેવભૂમિ દ્વારકા ખાતે વિકાસ કામોનો શૂભારંભ શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આગામી તા.૭ના રોજ કરવાના છે. આ કાર્યક્રમની પુર્વ તૈયારીના ભાગરૂપે આજે કલેકટરશ્રી જે.આર.ડોડીયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, દેવભૂમિ દ્વારકા મુ. ખંભાળીયાના સભાખંડમા બેઠક યોજાઇ હતી. કલેકટરશ્રી ડોડીયાએ કાર્યક્રમની પ્રાથમિક માહિતી આપી કાર્યક્રમના સ્થળે લાઇટ, મંડપ, પાણી વગેરે જેવી વ્યવસ્થા તેમજ પુજા માટેની વ્યવસ્થા માટે જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત મંત્રીશ્રી આર.સી. ફળદુ તથા પૂર્વ મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા પણ ઉપસ્થિત રહેશે.

આ બેઠકમાં કાર્યપાલક ઇજનેરશ્રી ઓઝા, દ્વારકા પ્રાંત અધિકારીશ્રી જાડેજા, ભાણવડ મામલતદારશ્રી પંજાબી, તાલુકા વિકાસ અધિકારીશ્રી ચાવડા, ડી.આઇ.એલ.આર.ના સર્વેયરશ્રીઓ તથા સરપંચશ્રીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

દેવભૂમિ દ્વારકામાં રોજગાર ભરતીમેળો

ગુજરાત રાજયની  રોજગાર નીતિ ને ધ્યાનમાં રાખી રોજગાર ક્ષેત્રે યુવાનોનું પ્રતિનિધિત્વ વધે તે ઝુંબેશ સ્વરૂપે જીલ્લા રોજગાર કચેરી-દેવભૂમિ દ્વારકા દ્વારા જીલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું તા.૧૦ના રોજ ૧૧-૦૦ કલાકે આઇ.ટી.આઇ. જામ ખંભાળીયા ખાતે આયોજન કરવામાં આવેલ છે.

આ ભરતી મેળામાં જુદા જુદા સર્વિસ સેકટરના નોકરી દાતાઓ ઉપસ્થિત રહેનાર છે. તેમજ રોજગાર વાચ્છુક ઉમેદવારો પોતાના પગભર થઈ શકે અને પોતાનો ધંધો રોજગાર સ્થાપિત કરી શકે તે માટે સ્વરોજગાર શિબિરનું પણ આયોજન કરેલ છે. આ ભારતીમેળા-સ્વરોજગાર શિબિરમાં ધોરણ ૧૦/૧૨ કે તેનાથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે. ઉમર મર્યાદા ૧૮ થી ૩૫ રહેશે. નોકરી દાતાઓ સ્થળ પર જ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર જ પસંદગી કરશે.

આજોબફેરમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઇન્ટરવ્યુંમાં ઉપસ્થિત રહી શકાશે. તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ બાયોડેટા સાથે ઇન્ટરવ્યુંમાં હાજર રહેવા જણાવવામાં આવેલ છે. આ જોબફેરમાં સ્વરોજગાર શિબિરમાં રોજગાર કચેરી- દેવભૂમિ દ્વારકા ખાતે નામ નોંધણી ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઇ શકશે. રજીસ્ટ્રેશન સવારે ૧૦:૦૦ વાગ્યે સ્થળ પર જ કરવામાં આવશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી. તેમ રોજગાર અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવવામાં આવેલ છે.(૨૩.૨)

(11:58 am IST)
  • મોરબીના રવાપર ધૂનડા રોડ પર નવા બની રહેલાં બિલ્ડીંગમાં લિફ્ટના ખાચામાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છેપ્રાથમિક તપાસમાં પોલીસને મૃતક યુવાન પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છેપોલીસે સમગ્ર બનાવ ની ગંભીરતાપૂર્વક નોંધ લઈ યુવાન ના મોત અંગેનું કારણ અને પરિવારની શોધખોળ હાથ ધરી છે access_time 3:56 pm IST

  • પંચમહાલ જિલ્લાનાગોધરાના ગદુકપૂર ગામમાં આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં 3 જેટલા ઈસમોએ કર્યો ચોરીનો પ્રયાસ કર્યો હતો બેંકનો મુખ્ય દરવાજો તોડી બેંકમાં પ્રવેસી બેંકનું સેફ વોલ્ટ તોડવા જતા ઈમરજન્સી સાયરન વાગતા 3 ઈસમો ફરાર સાયરન વાગતા બેંકમાં રાખેલી રોકડ રકમની ચોરી અટકી છેબનાવને પગલે ગોધરા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે access_time 3:56 pm IST

  • વડોદરા :વાઘોડીયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા :જગદીશ શાહના ફાર્મ હાઉસમાં હતી મહેફિલ :વાઘોડીયા પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો :લગ્નપ્રસંગ પૂર્વે યોજાઈ હતી દારૂની મહેફિલ :ભારતીય બનાવટની દારૂ, 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : પોલીસે 14 નબીરાઓની કરી ધરપકડ access_time 3:24 pm IST