Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

હળવદના ઇશ્વરનગર ગામે ૩પ બોટલ સાથે બે બુટલેગર ઝડપાયા

હળવદ, તા. ૭ : ઇશ્વરનગર ગામે વિદેશી દારૂનો મોટા પાયે વેપાર ચાલતો હોવાની બાતમીને આધારે દરોડામાં પોલીસે અજીત ઉર્ફે કેસરીયો ભોપાભાઇ ઉડેચા (ઉ.વ.રર) અને સવજી સીંધાભાઇ સુરેલા (ઉ.વ.રર)ને મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની બોટલ નંગ-૩પ કિંમત ૧૦,પ૦૦/ લઇ જતા બે મોટર સાયકલ અને બે મોબાઇલ મળી કુલ રૂ. પ૩,પ૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ બંને બુટલેગરોએ ગામનો સરપંચ જ આ દારૂનો શેઠ હોવાની ચોંકાવનારી કબુલાત આપી હતી.

આ ચોંકાવનાર દારૂના દરોડામાં પોલીસે સરપંચે જેની પાસેથી વિદેશી દારૂ ખરીદી દારૂનું વહેચાણ કરતો તેવા રાણેકપર ગામના મહેશ બચનું નામ પણ ખુલવા પામ્યું છે.

(11:58 am IST)