Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ઉપલેટાઃ ચૌટા પાસે ભાદર નદીમાં ચેક ડેમ બનાવવા તા.પં.સભ્યની માંગણી

ઉપલેટા, તા.૬: ઉપલેટાથી માણાવદર તાલુકા પંચાયતના સભ્ય શ્રી રામસીભાઈ ખોડભાયા દ્વારા ભાદર નદીમાં ચેકડેમ કમ કોઝવેની માંગ કરી છે

આ વર્ષે દૂષ્કાળના ડાકલા વાગી ગયા છે ખેડૂતોની હાલત પાણી વગરની ગંભીર છે પાણીના સ્તર ભાદર નદીનાં કાંઠે પણ ખાલી છે જો ભાદર નદીમાં ચેકડેમ થાય તો ભાદર કાંઠાના ગામો જેવા કે વેકરી ચૌટા માંડવા થેપડા રોધડા કંટોલ વગેરે ગામોમાં ભૂગર્ભ જળ સપાટી ઉપર આવે તેમ છે હાલ ભાદર નદીમાં રેતી ઉપળી જતાં કૂવા બોરમાં પાણીનાં સતર કોરા ધાકોળ છે વરસાદી પાણી દરિયામાં વહી જાય છે આ રોકવું ખુબ જરૂરી છે.

ગુજરાત સરકાર દ્વારા ૨૦ ૧૧માં મંજૂર કરેલ પરંતુ અમુક કારણોસર ડેમની કોઈ કામગીરી હજુ સુધી હાથ ધરી નથી આ વર્ષે ખેડુતો પિયત વગર ખૂબ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તો તાત્કાલિક અસરથી આ કામ શરૂ કરવા માટે સિંચાઈ મંત્રી અને ધારાસભ્યો તેમજ લાગતા વળગતા તમામ વિભાગો અને અધિકારીઓને પત્ર લખીને ચેકડેમ કમ કોઝવેની માંગણી કરી છે જો આગામી સમયમાં સરકાર દ્વારા હકારાત્મક અભિગમ નહીં અપનાવવામાં આવે તો સ્થાનિક ખેડૂતો દ્વારા ભાદર નદીના ખાલી પટમાં ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેમ રામસીભાઈ ડી ખોડભાયા દ્વારા જણાવવામાં આવ્યું છે.(૨૩.૩)

(11:56 am IST)