Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

વાંકાનેરમાં હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા સાહેબનો અઢારમો ઉર્ષ મુબારક મંગળવારે ઉજવાશે

સોમવારે રાત્રે સૈયદ અલીનવાઝ બાવાની શાનદાર તકરીર

 વાંકાનેર તા. ૭ :.. તાલુકાના ચંદ્રપુર ગામે નેશનલ હાઇવે પર આવેલ મહાન સુફી સંત અને મોમીન કોમના રાહબર હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા સાહેબનો અઢારમો ઉર્ષ મુબારક તા. ૧૧-૧ર-ર૦૧૮ ને મંગળવારે હજારો અનુયાયીઓની ઉપસ્થિતીમાં ધામધુમથી ઉજવાશે.

જેમાં મોમીનશાહ બાવાના મોટા દિકરા, સજજાદાનશીન અને મોમીન કોમના પીર, રાહબર, ગાદીપતિ અલ્હાજ હઝરત પીર સૈયદ વિઝારત હુસેન બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ ઉર્ષ મુબારકનું આયોજન થયેલ છે.

આ ઉર્ષ મુબારકમાં હઝરત પીર સૈયદ વિઝારત હુસેન બાવા સાહેબના દીકરા અને સજજાદાનશીન હઝરત અલ્હાજ કારી સૈયદ અલીનવાઝ બાવાસાહેબની માત્ર ૧પ વર્ષની નાની વયે સોમવારે રાત્રે ઇશાની નમાઝ બાદ શાનદાર તકરીરનો પ્રોગ્રામ રાખેલ છે.

ઉર્ષ નિમિતે મંગળવારે સવારે ૮ થી ૧૦ કુરઆન ખ્વાની, ત્યારબાદ ૧૦ થી ૧ વાગ્યા સુધી ન્યાઝનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ઝોહરની નમાઝ બાદ બપોરે ર વાગ્યે બાવા સાહેબનાં કુટુંબીજનોની હાજરીમાં સાંદલ શરીફની પવિત્ર રશ્મ અદા કરવામાં આવશે. હાલમાં આપના સજજાદાનશીન અને ગાદીપતિ એવા મોમીનશાહ બાવા સાહેબના મોટા દીકરા અલ્હાજ હઝરત પીર સૈયદ વિઝારત હુસેન બાવા સાહેબ આપના ખાનદાનમાં ચાલી આવતી રશ્મ મુજબ પીરાઇની ગાદીની શોભા વધારે છે. અને મોમીન સમાજના સાચા રાહબર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.

(11:56 am IST)