Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ભાવનગર રેલ્વે ડીવીઝન ખુદાબક્ષ મુસાફરો પ્રત્યે કડકઃ ૪ર.પ૦ લાખનો દંડ કર્યો

ભાવનગર તા.૭: પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવીઝન દ્વારા વગર ટિકિટે મુસાફરી કરનારાઓ ઉપર તવાઇ બોલાવાઇ છે અને નવેમ્બર-ર૦૧૮ એક મહિનામાં રૂ.૪ર.પ૦ લાખના દંડની વસુલાત કરીને શ્રેષ્ઠ કામગીરી કરી હતી.

પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવીઝન દ્વારા મે-ર૦૧૭ થી વિના ટીકીટે અથવા અનિયમિત ટિકીટ ઉપર યાત્રા કરવા વાળા સામે સઘન અભિયાન ચલાવાઇ રહ્યું છે. જેના પરિણામેબુકીંગ કર્યા વિનાના સામાન, વગર ટીકીટે યાત્રા કરવા તથા ભિખારીઓનો અતિરેક અને ગેરકાયદેસર ફેરી વાળાઓને બહાર કરી તેઓની પાસેથી દંડ વસુલવામાં આવેલ.

ભાવનગર ડિવીઝનની વિવિધ સ્ટેશનો તેમજ ટ્રેનોમાંથી નવેમ્બર-ર૦૧૮ના મહિનામાં ડિવીઝનલ રેલ્વે મેનેજર રૂપા શ્રીનિવાસનના માર્ગદર્શન હેઠળ ડીસીએમ માશુક અહેમદ તથા સહાયક પ્રબંધક નિલાદેવી ઝાલાની આગેવાની હેઠળ વિશેષ ટિકીટ ચેકીંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં નવેમ્બર-ર૦૧૭માં ૬પર૮ કેસોમાં ર૧,૧૮૯૧૦નો દંડ કરાયેલ તેની તુલનામાં નવેમ્બર-ર૦૧૮ના મહિનામાં વિશેષ અભિયાન દરમ્યાન ૯૪૩ર કેસોમાં ૪ર,પ૦,૦૬૦નો દંડ વસુલવામાં આવ્યો હતો જે ગત નવેમ્બરની તુલનાએ ડબલ થયો હતો. ભાવનગર ડિવીઝન દ્વારા વગર ટિકીટે રેલયાત્રા કરવા વાળા સામે નિયમીત રૂપથી આવીકડક કાર્યવાહી ચલાવવાનું નકકી કરવામાં આવ્યું છે. રેલ્વે દ્વારા યાત્રીકોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા તથા વગર ટિકીટે મુસાફરી કરતા લોકોને બંધ કરાવવાના ઉદેશથી ભાવનગર ડિવીઝન દ્વારા કઠોર કદમ ઉઠાવાયા છે. ત્યારે વિના ટિકીટે રેલ મુસાફરી ન કરવા પણ લોકોને ડીસીએમ માશુક અહેમદ દ્વારા અનુરોધ કરાયો છે. (૧૧.૪)

(11:55 am IST)
  • ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અતુલ કરવાલની બઢતી :સીઆરપીએફમા આઈજી તરીકે ફરજ બજાવી રહેલા કરવાલ ન એડિશનલ ડિજી તરીકે અપાઈ બઢતી : હાલ CRPF મા આઈજી તરીકે ડેપ્યુટશન પર છે અતુલ કરવાલ. access_time 9:52 pm IST

  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST

  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST