Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ભુજ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ઝારખંડની બાળકીનો કુંટુંબ સાથે મેળાપ કરાવ્યો

ભૂજ સીમ ગામતળની મિલ્કતોની પ્રોપર્ટીકાર્ડ માટે અકાસણી કરાશે

ભુજ, તા.૭: ઝારખંડની એક બાળકી માંડવી કોર્ટના આદેશથી ભુજમાં આવી જતાં તેનું જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ કલ્યાણ સમિતિ તેમજ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના સંયુકત પ્રયત્નો થકી કુટુંબમાં પુનઃસ્થાપન કરવામાં આવેલ છે.

આ પ્રકરણની વિગત મુજબ તા.૧૮/૧૦/૨૦૧૫ના માંડવી કોર્ટના આદેશથી માંડવી પોલીસ સ્ટેશન, કચ્છ દ્વારા ઝારખંડ (જાદુગોરા) ની એક બાળકી નામે પુનમ પાંડે (નામ બદલેલ છે) મળી આવેલ જે જિલ્લા બાળ સુરક્ષા એકમ, ભુજ દ્વારા બાળકીને બાળ કલ્યાણ સમિતિના ઓર્ડરથી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બાળકીના વાલી, વારસાની જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, (સંસ્થાકીય સંભાળ) તથા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના અધિક્ષક દ્વારા એમના વાલી તથા સગા વ્હાલાનો સંપર્ક કરવાના પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવ્યા હતા. આ પ્રયાસોથી બાળકીના વાલીનો ટેલિફોનિક સંપર્ક થતાં જાણવા મળેલ કે, બાળકી ઝારખંડ જિલ્લાના ગામની છે. આથી ગત તા.૧૮/૧૧/૨૦૧૮ના તેના વાલીને બાળ કલ્યાણ સમિત સમક્ષ બોલાવવામાં આવેલ અને સંપૂર્ણ ખરાઇ બાદ બાળ કલ્યાણ સમિતિના આદેશથી તેના કુટુંબમાં પુનઃસ્થાપન કરવામાં આવેલ.

આ બાળકીને પરિવારમાં પુનઃસ્થાપન માટે બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન જયશ્રીબેન મકવાણા, સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.પી.રોહડિયા, ચીફ ઓફિસરશ્રી એન.એસ.ચૌહાણ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી પ્રવિણસિંહ જાડેજા, સુરક્ષા અધિકારી (સંસ્થાકીય સંભાળ) પુનિતભાઇ નથવાણી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકના કર્મચારીઓ તથા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના અધિક્ષક ભૂમિકાબેન રાજાવાઢાએ જહેમત ઉઠાવી હતી તેવું જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું.

પ્રોપટી કાર્ડ માટે પુરાવાઓ એકત્ર કરશે

ભુજઃરાજય સરકાર દ્વારા મંજુર કરાયેલ પ્રોજેકટ મુજબ હાલમાં કચ્છ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોની મિલ્કતોના પ્રોપર્ટી કાર્ડ આપવા બાબતની માપણી/નોટીસ વિતરણ કામગીરી હાલે મીરઝાપર તા.ભુજ સી/ગામતળમાં આવતી મિકલ્તોની માપણી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

તમામ મિલ્કતધારકોને નોટીસ વિતરણ રાજય સરકાર દ્વારા નિમાયેલ એજન્સી દ્વારા કરવામાં આવેલ છે. જે મિલ્કત ધારકોએ પોતાની મિલ્કતના પુરાવા રજુ કરવાના બાકી રહેલ હોય તેવા મિલ્કત ધારકોના મિલ્કતને લગતા પુરાવાઓ એકત્ર કરવા માટે શ્રી એન.કે.બિલ્ડકોન એજન્સીના પ્રતિનિધિઓ પ્રમુખ સ્વામીનગર, અરિહંતનગર, જયનગર, ઓધવપાર્ક-૧-૨-૩, સીલ્વર રેસીડન્સી, સનસીટી, સીલ્વર સીટી, વાલદાસનગર, સેન્ડલ વુડ વીલા, શિવકૃપાનગર, ચંગલેશ્વર સોસાયટી, સ્વાગત સીટી, ઓધવ એવન્યુ, સ્વામીનારાયણ નગર, મીરઝાપર ગામથી ભુજ વચ્ચેનો વિસ્તારમાં આગામી તા.૧૦/૧૨/૨૦૧૮ના દ્યરે દ્યરે આવશે જેમાં મિલ્કતધારકોને લગતા પુરાવાઓ આપવા ડિસ્ટ્રીકટ ઈન્સપેકટર, લેન્ડ રેકર્ડઝ, કચ્છ-ભુજની યાદીમાં જણાવાયું છે.(૨૨.૨)

(11:54 am IST)
  • રાજસ્થાનમાં ૬૦ ટકા જેટલુ જોરદાર મતદાન થયુ છે access_time 4:08 pm IST

  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST

  • પોરબંદર :રાણાબોરડી ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી પોરબંદર એલસીબી: કોઈપણ પ્રકારની ડિગ્રી વગર એલોપેથીક દવાઓ સાથે કરતો હતો પ્રેક્ટીસ:બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો ગુનો access_time 3:30 pm IST