Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

મોરબીના અમરાપર ગામેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો:પોસ્કો હેઠળ કાર્યવાહી

 મોરબી સીપીઆઈ ટીમે સગીરા અપહરણના આરોપીને ઝડપી લઈને પોસ્કો એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે

   મોરબી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ સીપીઆઈ આર કે ઝાલા, ASI અનંતરાય પટેલ, અરવિંદભાઈ પરમાર, હિતેશભાઈ ગઢવી, સહિતની ટીમને મળેલી બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં અમરાપર (નાગલપર) ગામમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી અતુલ બટુક કોળી રહે અમરાપર વાળાને ઝડપી લઈને અપહરણ તેમજ જાતીય સતામણી અને પોસ્કો કાયદા હેઠળ અટક કરેલ છે જયારે ભોગ બનનાર સગીરાને શોધી કાઢવામાં સફળતા મળી છે

(1:07 am IST)