Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

માઇલ સ્ટોન ઉપરથી પડી જતા ગાગા ગામના કિશોરનું મોત

ખંભાળીયા, તા., ૭: કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા બચુભાઇ કરશનભાઇ મથ્થરનો પુત્ર અશ્વીન (ઉ.વ.૧૪) સીમમાં ભેંસો ચરાવવા માટે ગયેલ હોય તે દરમિયાન રોડ કાંઠે આવેલ માઇલ સ્ટોન પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા મરણ જતા પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતે પડી જતા

ખંભાળીયાથી ર કી.મી. દુર ગંગા જમના હોટલ પાસે મો.સા. પર જઇ રહેલ બાબુભાઇ જીવાભાઇ કટેસીયા સતવારાને આડો ખુંટીયો ઉતરતા મો.સા.પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માતે પડી જતા સારવારમાં ખસેડવામાં આવેલ છે.

દારૂ ઝડપાયો

ભાણવડ તાલુકાના રાણપુર ગામની સીમમાં દારૂની હેરાફેરી થતી હોય જે બાબતની બાતમી આર.આર.સેલના સજુભા જાડેજાને મળતા રેઇડ દરમિયાન દારૂ બોટલ નંગ પ૩ કિંમત રૂપીયા ર૧ર૦૦નો ઝડપાઇ આવ્યો હતો. જયારે આરોપી (ફરારી) વીરાભાઇ ભાયાભાઇ રબારી નાસી જતા પોલીસએ કાર્યવાહી હાથ ધરી છે.

(3:39 pm IST)