Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

જુનાગઢ જીલ્લાનાં મતદારોને મતદાન કરવા આહવાન કરતાં જીલ્લા ચુંટણી અધિકારી ડો.રાહુલ ગુપ્તા

 જુનાગઢ :  આપણાં લોકતાંત્રિક રાષ્ટ્રમાં ચૂંટણીને લોકશાહીનું મહાપર્વ કહેવાય છે અને એટલે જ આપણા મતાધિકારને આપણે ઉન્નતિનો રસ્તો બનાવીએ અને કોઇપણ વ્યકતિ આપણો મત ખરીદી શકે એટલો આપણા મતને સસ્તો પણ ન બનાવીએ વિધાનસભાની બે તબક્કાની ચૂંટણીમાં દરેક નાગરીક 'બહુજન હિતાય બહુજન સુખાય'ની ભાવનાને ધ્યાનમાં રાખીને કોઈપણ જ્ઞાતિ - જાતિ કે ધર્મના ભેદભાવ વગર અને કોઈપણ જાતની શેહ - શરમ કે બીક/ડર રાખ્યા વગર તથા ભૂલ્યા વગર આપણા ગુજરાત અને આપણા દેશના લોકશાહીનાં પાયાને મજબુત કરવા યોગ્ય ઉમેદવારને પોતાનો કિમતી અને પવિત્ર મત આપી અવશ્ય મતદાન કરે તે સૈા જાગૃત નાગરિકની ફરજ અને કર્તવ્ય છે. જૂનાગઢ જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા મતક્ષેત્રો આવેલા છે. જેમાં કેશોદ, વિસાવદર, માંગરોળ, જૂનાગઢ અને માણાવદર મળીને પાંચ વિધાનસભા મતક્ષેત્રોમાં ૬૦૪૬૦૪ પુરૂષ મતદાર અને ૫૫૫૭૯૩ સ્ત્રી મતદાર અને ૧૦ અન્ય મતદાર મળીને કુલ ૧૧૬૦૪૦૭ મતદારો નોંધાયા છે. જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકોમાં કુલ ૧૩૭૦ મતદાન મથકો આવેલા પરથી મતદાતા તેમનાં મતાધિકારનો ઉપયોગ કરી તેમને મળેલ બંધારણીય હક્ક મુજબ તેમનું કર્તવ્ય બજાવે તે માટે જૂનાગઢ જિલ્લા કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારી ડો. રાહુલ ગુપ્તાએ મતદારોને મતદાન કરવા અપીલ કરી છે.

(1:14 pm IST)