Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ચાર દિ' પહેલા મોબાઇલ ચોરનાર સલાયાનો તસ્કર ઝડપાઇ ગયો

ખંભાળીયા, તા. ૭ :  દેવભૂમિ-દ્વારકા જીલ્લાના એસ.પી. રોહન આનંદ ખંભાળીયા વિભાગના પો.અધિ. જે.એચ. ઝાલાની સુચના મુજબ અનડીટેકટ ચોરીના ગુન્હાઓ સબબ ડી.બી. ગોહિલ ઇ/ચા. પોલીસ સ્ટાફના હેડ કોન્સ. બોધા મેરામણભાઇ કેરીયા, મોતીભા જાડેજા, પ્રવિણભાઇ કેશુરભાઇ ગોજીયા, પો. કો. રત્નાભાઇ કરશનભાઇ કોડીયાતર, સહદેવસિંહ નાથુભા જાડેજા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, સામતભાઇ પબુભાઇ ગઢવી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખંભાળીયા રેલ્વે સ્ટેશન નજીક રોડ ઉપર હકીકતના આધારે સલાયામાં રહેતો હમીદભાઇ રજાકભાઇ સંધાર જેણે કબુતરી કલરનો શર્ટ તથા આછા જાબલી કલરનું પેન્ટ પહેરેલ છે. જે મોબઇાલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલો છે. અને તે ખંભાળીયા રેલ્વે સ્ટેશને આટાફેરા મારી રહ્યો છે. જેથી મજકુર પાસેથી એક લાવા કંપનીનો સીલ્વર કલરનો મોબાઇલ ફોન મળી આવેલ હોય જે ચારેક દિવસ પહેલા આરાધના સોસાટટીમાં આવેલ સામરાજ બોટલીંગના કારખાનેથી ચોરી કરેલ હોવાની કેફીયત આપેલ હોય અને જે મોબાઇલ ફોન ખંભાળીયા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર. નં. ૧૭૮/૧૭ ઇ.પી.કો. કલમ ૩૮૦ ના કામે ચોરી થયેલ હોય જેથી કિ. રૂ. ૧૦૦૦૦/- ગણી કબજે લીધેલ.

(1:12 pm IST)