Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ગોંડલમાં કોંગ્રેસના મહિલા મોરચાનું ભાજપમાં વિલીનીકરણ

ગોંડલ, તા. ૭ : વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનના ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે પક્ષ બદલી કરવાની મોસમ ખીલવા પામી છે. ગોંડલ કોંગ્રેસ મહિલા મોરચાના હોદેદારો સહિત ૪૦૦ કાર્યકરો ભાજપમાં જોડાઇ જતા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે.

ગોંડલ વિધાનસભા બેઠક ભાજપના ગઢ માનવામાં આવે છે. આજે કોંગ્રેસમાં ભંગાર સર્જાયું છે. કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ ચેતનાબેન જેઠવા, ઉપપ્રમુખ રેખાબેન બગથરીયા, સહિત ૪૦૦ મહિલાઓ ભાજપના ખેસ ધારણ કર્યા હતા ભાજપ પ્રદેશ મહિલા મહિલા મોરચા ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટની ઉપસ્થિતિમાં કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા હતાં.

(11:59 am IST)