Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

'ઓખી'એ આંખ મીંચી તો ઝાકળ-ઠાર છવાયા

ગઇ રાતથી ઠંડો પવન, વ્હેલી સવારે ઝાકળ બાદ સૌરાષ્ટ્ર- કચ્છના અનેક વિસ્તારો ઠંડાગાર બન્યાઃ નલિયામાં ૧૦.૪ ડીગ્રીઃ સર્વત્ર લઘુતમ તાપમાનમાં ઘટાડો શરૂ

ઠંડીથી બચવા તાપણુઃ સાવરકુંડલા : વાવાઝોડાની આગાહીના કારણે કમોસમી વરસાદના છાંટા પડવાથી વાતાવરણ એકાએક પલ્ટો મારતા સતત બે દિવસથી ખૂબ જ ઠંડીનું પ્રમાણ વધ્યુ અને વધવામાં છે. આ કાતિલ ઠંડીથી બચવા લોકો તાપણા કરી ગરમીનો એહસાસ અનુભવે છે.જે તે તસ્વીર માંથી જોવા મળેલ છે. (તસ્વીર - અહેવાલ : ઇકબાલ ગોરી -સાવરકુંડલા)

રાજકોટ તા. ૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વતંત્ર ઠંડીની અસર સાથે લોકો ઠુંઠવાઇ રહ્યા ''ઓખી'' વાવાઝોડાની ચેતવણી બાદ રવિવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને''ઓખી''નું સંકટ બુધવાર સવારથી ટળ્યું હતું અને સુર્યનારાયણે દર્શન દીધા હતા.

ત્યારબાદ ગઇકાલ મધરાતથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં પલ્ટા સાથે ઠંડો પવન ફુંકાવવાનું શરૂ થયું હતું અને વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો ઠંડાગાર બન્યા છે.

''ઓખી'' વાવાઝોડાનું સંકટ ટળ્યું એટલે કે આંખમીચી ત્યાં ઝાકળ અને ઠાર છવાઇ જતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ ઠંટાગાર છે અને ઠાર છવાઇ ગયો છે.

આજે ગિરનાર પર્વત ઉપર ૯.૪ ડિગ્રી તાપમાન રહ્યું હતું જયારે નલીયા ૧૦.૪ ડિગ્રી રાજકોટ ૧૪.૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

કયાં કેટલી ઠંડી

 

 

શહેર

લઘુતમ તાપમાન

ભેજનું પ્રમાણ

ગીરનાર પર્વત

૯.૪ ડીગ્રી

 

નલીયા

૧૦.૪ ડીગ્રી

૪પ ટકા

વલસાડ

૧ર.૧  ડીગ્રી

૮૬ ટકા

ભુજ

૧ર.૪  ડીગ્રી

૪૮  ટકા

કંડલા એરપોર્ટ

૧૩.૭  ડીગ્રી

૬૪ ટકા

ડીસા

૧૩.૮ ડીગ્રી

૮૯ ટકા

રાજકોટ

૧૪.૧  ડીગ્રી

૯૬ ટકા

જુનાગઢ

૧૪.૧ ડીગ્રી

-

દિવ

૧૪.૮ ડીગ્રી

૮ર ટકા

સુરેન્દ્રનગર

૧૬.૦  ડીગ્રી

૮૬ ટકા

ભાવનગર

૧૬.૮  ડીગ્રી

૮૪ ટકા

(11:53 am IST)