Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ગ્રુપ મીટીંગ, ઓટલા, મહિલા, ભજીયા કે ગાંઠીયા પાર્ટીથી સીધોસાદો પ્રચાર થયો : ચૂંટણી પ્રચાર નિરસ

ધોરાજી-ઉપલેટા મત વિસ્તારમાં એકપણ પક્ષની જાહેર સભા ન યોજાઇ કે એકપણ રાષ્ટ્રીય નેતા આવ્યા નહીં !

ધોરાજી, તા. ૭ : ધોરાજી- ઉપલેટા- વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર નિરસ રહ્યો છે એકપણ જાહેરસભા યોજાણી નથી કે એકપણ રાષ્ટ્રીય પાર્ટીનો નેતા આવી શકયા નથી..! ધોરાજી-ઉપલેટામાં માત્ર માઇક દ્વારા લારી-રીક્ષા-કાર દ્વારા પ્રચાર થાય છે એ પછી ધીમી ગતિએ થયો છે.

ધોરાજી વિધાનસભાની ચૂંટણી જયારે જયારે આવી છે ત્યારે નરેન્દ્ર મોદી-ઉમાભારતી, સુસીલકુમાર મોદી, સહિત રાષ્ટ્રીય નેતાઓ ભાજપમાંથી આવ્યા છે અને કોંગ્રેસમાંથી કપીલ સિમ્બલ સહિત અનેક નેતાઓ પણ ધોરાજીમાં આવ્યા છે. આ વખતનો પ્રથમ બનાવ હશે કે એકપણ નેતા ધોરાજીમાં આવેલ નથી.. જેના કારણે ધોરાજીના મતદારો એવું કહે છે કે ધોરાજીમાં ચૂંટણી જેવું કાઇ લાગતું નથી..!

હાલમાં ગ્રુપ મીટીંગ-ઓટલા બેઠક, મહીલા બેઠક જ્ઞાતિ સમાજ બેઠક, ભજીયા પાર્ટી-ગાઠીયા પાર્ટી જેવો સીધો સાદો તમામ પક્ષનો ચૂંટણી પ્રચાર જોવા મળેલ છે.

હવે છેલ્લા દિવસે તોડજોડના કાર્યક્રમો ખાનગી મીટીંગોમાં થશે..!

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ આ ચૂંટણીમાં સભાઓમાં સમય બગાડવાના બદલે લોકસંપર્કમાં વધુ ધ્યાન આપેલ છે.

(11:50 am IST)