Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ગઢકાના કડવા પટેલ મધુબેન કલોલાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા.૭: ત્રંબા નજીક ગઢકા ગામે રહેતાં કડવા પટેલ મધુબેન હસમુખભાઇ કલોલો (ઉ.૪૫) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

મૃત્યુ પામનાર મધુબેનને સંતાનમાં એક પુત્રી છે. પતિ હસમુખભાઇ અમૃતભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું. આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. જીતુભાઇ ભમ્મર અને સવજીભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

 

(11:49 am IST)