Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

વાંકાનેરમાં 'મતદાન જાગૃતિ અભિયાન'

વાંકાનેર : એચ. એન. દોશી આર્ટસ અને આર. એન. દોશી કોમર્સ કોલેજમાં  અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચૂંટણી અંગેની માહિતી આપવા અને મતદાન અંગે જાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ 'મતદાન જાગૃતિ અભિયાન' યોજવામાં આવેલ. જેમાં મતદાન જાગૃતિ અંગેના વિવિધ મુદ્દાઓ  જેવા કે ચૂંટણીની પ્રક્રિયા, ઉમેદવારની પસંદગી, એક મતની કિંમત, મતદારના અધિકાર, સ્ત્રી મતદારોનું મહત્વ, નોટા અને વિવિપેટની માહિતી જેવા  વિષયો સાથેની વકતૃત્વ સ્પર્ધા, ડ્રોઇંગ સ્પર્ધા, શેરી નાટકનું આયોજન કરવામાં આવેલ. જીલ્લા કલેકટરશ્રી દ્વારા 'સીગ્નેચર કેમ્પેઇન' તથા 'ચૂંટણી રથ' રાખવામાં આવેલ. જેમાં કન્ટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને વીવીપેટનું નિદર્શન અને મોકપોલ કરીને વિદ્યાર્થીઓને મત આપવાની સમજૂતી આપવામાં આવેલ. સ્પર્ધાના વિજેતાઓને શિલ્ડ અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ. કાર્યક્રમમાં ડેપ્યુટી કલેકટર શ્રીમતી દમયંતીબેન બારોટ, આસીસ્ટન્ટ નોડલ ઓફીસર સ્વીપ પી. વી. રાઠોડ, દૂરદર્શન કેન્દ્ર, રાજકોટના આસીફભાઇ જેબા અને તેની ટીમ, ઉર્મીલાબેન આશર, ગીરાબેન ગોડાએ હાજરી આપેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સેક્રેટરી ચિરાગભાઇ શેઠ, પ્રી. યોગેશ ચુડાસમા, પ્રો. હરીશ ચંદારાણા, પ્રો. મયુર જાની, પ્રો. અર્ચનાબેન પરમાર, પ્રો. યોગેશ ચાવડા, પ્રો. શૈલેષ લાવડીયા તથા સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી. કાર્યક્રમનું રેકોર્ડીંગ દૂરદર્શન કેન્દ્ર, રાજકોટ દ્વારા કરવામાં આવેલ. પ્રસારણ ડીડી ગીરનાર ચેનલપર તા. ૮ શુક્રવાર સવારે ૧૦.૩૦ થી ૧૧ કલાકે કરવામાં આવશે. કાર્યક્રમનું સંચાલન પ્રો. હરીશ ચંદારાણાએ કરેલ. મતદાન જાગૃતિ અંગે  જાણકારી આપવામાં આવી તે તસ્વીર.

(11:47 am IST)