Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

વાંકાનેરની મુલાકાતે લોહાણા મહાપરિષદના પ્રમુખ પ્રવિણભાઇ કોટકઃ પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગના ભાજપના ઉમેદવાર જીતુભાઇ સોમાણી સહિતની સાથે ચર્ચા-વિચારણાઃ

વાંકાનેરઃ વિશ્વ લોહાણા સમાજની માતૃસંસ્થા શ્રી લોહાણા મહા પરિષદના અધ્યક્ષ શ્રી પ્રવિણભાઇ કોટક, હિમાન્શુભાઇ ઠકકર, ભરતભાઇ કોટક પધારતા વાંકાનેર લોહાણા મહાજન, યુવક મંડળ તથા રઘુવંશી સોશ્યલ ગૃપના સર્વે હોદ્દેદારો જ્ઞાતિના અગ્રણીઓએ આવકાર્યા હતા ૬૭-વાંકાનેર વિધાનસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને સમગ્ર રઘુવંશી સમાજનું ગૌરવ જીતુભાઇ સોમાણી પ્રતિષ્ઠાભર્યો ચૂંટણી જંગ લડી રહ્યા છે ત્યારે તેઓને મળવા અને ચર્ચા કરવા માટે વાંકાનેર આવી પહોંચેલા મહા પરિષદના પ્રમુખ શ્રી પ્રવિણભાઇ કોટક સહીતના અગ્રણીઓ સાથે શ્રી લોહાણા મહાજન વાડી ખાતે બેઠક મળેલ જેમા વાંકાનેર મહાજન પ્રમુખ લાભુભાઇ જોબનપુત્રા, ઉપપ્રમુખ-રસીકભાઇ રાજવીર,મહાપરિષદના સદસ્ય વિનુભાઇ કટારીયા, રાજુભાઇ સોમાણી, વિનુભાઇ કાનાબાર, યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઇ ભીંડોરા, રઘુવંશી-સોશ્યલ ગૃપના પ્રમુખ જીજ્ઞેશ મજીઠીયા, ઉપપ્રમુખ અમિત સેજપાલ,  મહાજનના હોદેદારો ગીરીશભાઇ કાનાબાર, મહેન્દ્રભાઇ રાજવીર, રમેશભાઇ પેંડાવાળા, મુકેશભાઇ, ખીરૈયા, વિજયભાઇ પુજારા, ઉત્તમભાઇ રાજવીર, કલ્પેશ કોટક, કૌશીકભાઇ સેજપાલ, બકુલભાઇ રાજવીર અજયભાઇ જોબનપુત્રા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ એ ર્સ્વત્રસ્થ રસીકલાલ અનડકટને યાદ કરી જુના સ્મરણો વાગોળ્યા હતા અને વાંકાનેર સાથેની તેમની મુલાકાતો અને સંબંધો વિષે ગોષ્ઠી કરી હતી. જીતુભાઇ સોમાણી, ભાજપ અગ્રણી ઘોઘુભા અને રાજકોટ-કુવાડવાના રઘુવંશીઓ કુવાડવા વિસ્તારમાં પ્રચાર કાર્યમાં હોવાનું તેમની જાણમાં આવતા શ્રી પ્રવિણભાઇ કોટક, હીમાંશુભાઇ ઠકકર, ભરતભાઇ કોટક વિગેરે કુવાડવા વિસ્તારમાં પહોચ્યા હતા જીતુભાઇ સોમાણી ઉપરાંત રાજકોટ-રઘુવંશી સમાજના શ્રેષ્ઠીઓ મિતેષભાઇ રૂપારેલીયા, જતીનભાઇ દક્ષીણી, પરેશભાઇ વિઠલાણી, હરેશભાઇ લાખાણી, ગીરીશભાઇ કાનાબાર, પિન્ટુભાઇ ઉપરાંત રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ પૃથ્વીસિંહ (ઘોઘુભા) મોરબી ભાજપ અગ્રણી પ્રદિપભાઇ વાળા, હીરેન પારેખ વિગેરે પ્રચારમાં સામેલ સૌની સાથે વિચાર વિમર્શ કર્યો હતો સૌ અગ્રણીઓએ મહાપરિષદના અધ્યક્ષ અને સદસ્યોને આવકારી જ્ઞાતિ સંગઠન, સમાજ સેવા, દેશની સેવા, શિક્ષણ સહીતની બાબતોની ચર્ચા કરી હતી. (તસ્વીરઃ અહેવાલઃ નિલેશ ચંદારાણા-વાંકાનેર)

(11:44 am IST)