Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

શાપર પાસે દારૂની ૮ બોટલ સાથે રાજકોટનો કમલેશગીરી પકડાયો

રાજકોટ તા.૭: શાપર-વેરાવળ પાસે આવેલી ખોડીયાર હોટલ પાસે શાપર પોલીસે દારૂની આઠ બોટલ સાથે બાવાજી શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શાપર-વેરાવળ પોલીસ મથકના હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે શાપર વેરાવળ નજીક ખોડીયાર હોટલ પાસેથી જીજે.૩ બીજે-૮૨૩૮ નંબરના બાઇક પર આવેલા કમલેશગીરી પ્રવિણગીરી ગોસાઇ (ઉ.વ.૨૯)ને રૂ.૨૧૦૦ની કિંમતની દારૂની ૮ બોટલ સાતે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(11:43 am IST)