Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

જુનાગઢ જીલ્લાની ચુંટણીમાં મતગણતરી કેન્દ્ર અને સ્ટ્રોંગરૂમની મુલાકાતે ડો.ગુપ્તા

જૂનાગઢ તા.૭ : જૂનાગઢ જિલ્લામાં ૮૫ માણાવદર બેઠક પર ૨૮૪ મતદાન મથકો આવેલા છે જેમાં ૬૭ મતદાન મથકો એક હજારથી વધુ મતદાતાઓ ધરાવતા મતદાન મથક છે.આ વિધાનસભાની બેઠક માટે ૧૨૨૮૧૮ પુરૂષ અને ૧૧૧૩૨૩ મહિલા મતદારો મળીને કુલ ૨૩૪૧૪૧ મતદારો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરશે.

જૂનાગઢ બેઠક પર ૨૭૮ મતદાન મથકો આવેલા છે જેમાં ૧૧૫ મતદાન મથકો એક હજારથી વધુ મતદાતાઓ ધરાવતા મતદાન મથક છે. જૂનાગઢ બેઠક માટે ૧૩૨૨૪૧ પુરૂષ અને ૧૨૩૦૧૮ સ્ત્રી મતદાર અને ૧૦ અન્ય મળીને કુલ ૨૫૫૨૬૯ મતદારો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરશે.

વિસાવદર બેઠક પર ૩૧૧ મતદાન મથકો આવેલા છે જેમાં ૩૯ મતદાન મથકો એક હજારથી વધુ મતદાતાઓ ધરાવતા મતદાન મથક છે. આ વિધાનસભાની બેઠક માટે ૧૨૬૨૮૨ પુરૂષ અને ૧૧૪૦૧૮ મહિલા મતદારો મળીને કુલ ૨૪૦૩૦૦ મતદારો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરશે.

કેશોદ બેઠક પર ૨૬૨ મતદાન મથકો આવેલા છે જેમાં ૬૪ મતદાન મથકો એક હજારથી વધુ મતદાતાઓ ધરાવતા મતદાન મથક છે ૮૮-કેશોદ વિધાનસભાની બેઠક માટે ૧૧૬૯૬૫ પુરૂષ અને ૧૦૭૮૫૯ મહિલા મતદારો મળીને કુલ ૨૨૪૮૨૪ મતદારો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરશે.

માંગરોળ બેઠક પર ૨૩૫ મતદાન મથકો આવેલા છે જેમાં ૭૭ મતદાન મથકો એક હજારથી વધુ મતદાતાઓ ધરાવતા મતદાન મથક છે. ૮૯-માંગરોળ વિધાનસભાની બેઠક માટે ૧૦૬૨૯૮ પુરૂષ અને ૯૯૫૭૫ મહિલા મતદારો મળીને કુલ ૨૦૫૮૭૩ મતદારો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરશે.

આમ જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકોમાં કુલ ૧૩૭૦ મતદાન મથકો આવેલા છે જેમાં ૩૬૨ મતદાન મથકો એક હજારથી વધુ મતદાતાઓ ધરાવે છે.આ પાંચેય વિધાનસભાની બેઠકો માટે ૬૦૪૬૦૪ પુરૂષ મતદાર અને ૫૫૫૭૯૩ સ્ત્રી મતદાર અને ૧૦ અન્ય મતદાર મળીને કુલ ૧૧૬૦૪૦૭ મતદારો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરનાર હોય તા. ૯મી ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ મતપેટીઓ, વીવીપેટ અને ઈવીએમ જૂનાગઢ કૃષિ યુનિ કેમ્પસ ખાતે તૈયાર કરાયેલ ખાસ સ્ટ્રોંગરૂમનું જિલ્લા ચુંટણી અધિકારી ડો. રાહુલ ગુપ્તા અને નાયબ જિલ્લા ચુ;ટણી અધિકારી શ્રી જી.વી.મીયાણીએ જીણવટભરી મુલાકાત લઇ અધિકારીઓને સુચના અને માર્ગદર્શન આપ્યુ હતુ. મતગણનાં કક્ષમાં સી.સી.ટી.વી. કેમેરા, ગણતરી સ્થળે માળખાગત વ્યવસ્થાઓ, સુરક્ષા, સહિતની તમામ બાબતોની જીણવટભરી માહિતી અધીકારીઓ પાસેથી જાણી ઘટતુ કરવા સુચનાઓ આપી હતી.

(11:43 am IST)