Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

સુરેન્દ્રનગરઃ ઈનામી ડ્રો દ્વારા કરાયેલ છેતરપીંડીના કેસમાં આગોતરા જામીન રદ

વઢવાણ, તા. ૭ :. સુરેન્દ્રનગરમાં રહેતા બે શખ્સો સામે પોલીસ મથકે ઈનામી ડ્રો દ્વારા બાઈક આપવાનું કહી છેતરપીંડી કરાયાની ફરીયાદ નોંધાઈ હતી ત્યારે ધરપકડ ટાળવા આ બે શખ્સોએ કોર્ટમાં કરેલ આગોતરા જામીનની અરજી કોર્ટે નામંજુર કરી છે.

વઢવાણના ૮૦ ફૂટ રોડ પર જય ખોડીયાર મિત્ર મંડળ અને દીપ કેપીટલ સર્વિસીસ પ્રા. લી.ના નામે ઈનામી ડ્રોની ટીકીટો બહાર પડાઈ હતી. ટીકીટના માસિક રૂ. ૧ હજારના હપ્તા અને એડવાન્સ પેટે રૂ. ૨૦ લઈ અઢાર માસ બાદ વાહન આપવાનું હતુ પરંતુ વાહન મળ્યા બાદ પાસીંગ સહિતની રૂ. ૧૨ હજારની વધુ રકમ ચુકવવાની થતા આ બનાવમા છેતરપીંડી થયાનો કેસ સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસ મથકે થોડા દિવસો અગાઉ નોંધાયો હતો.

આ બનાવમાં પોલીસ અટકાયતની દહેશતે સુરેન્દ્રનગરના ગોકુલનગરમા રહેતા લીંંબાભાઈ ભરતભાઈ આલ અને પઢેરીયા ભરતભાઈ રણછોડભાઈએ સુરેન્દ્રનગર સેકન્ડ એડિશનલ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. અરજીની સુનાવણી તાજેતરમા ચાલી જતા સરકારી વકીલ એન.ડી. કારીયાએ ગુન્હો નોંધ્યા બાદ સાત માસથી આરોપીઓ નાસતા ફરે છે. જો સાહેદોને આગોતરા અપાય તો ફરીયાદી સાહેદો અને સાક્ષીને લાલચ-પ્રલોભન આપી પુરાવાને ફેરવી તોળવાનો પ્રયાસ થાય તેમ હોવાનું જણાવ્યુ હતુ. આથી સેકન્ડ એડીશ્નલ સેસન્સ જજ એન.બી. પાનેરાએ અરજદાર લીંબાભાઈ ભરતભાઈ આલ અને પઢેરીયા ભરતની આગોતરા જામીન અરજીને કોર્ટે રદ કરી હતી.

(11:42 am IST)