Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

પોરબંદર કાંઠે બોટોના ખડકલા : અકસ્માતે ૩ ફિશીંગ બોટ ઉંઘી વળી જતા નુકશાન

પોરબંદર, તા. ૭ :  ''ઓખી'' વાવાઝોડાનો ભય ટળી ગયા બાદ હજુ ર દિવસ અસર રૂપે પવનનું જોર રહે તેવી શકયતા જણાય છે. બંદર કાંઠે ર નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવ્યું છે.

બંદરકાંઠે હજુ બોટોના ખડકલા છે. સાંજ પછી બોટો ફિશીંગમાં જાય તેવી સંભાવના છે. ખીચોખીચ રહેતી બોટોમાં અકસ્માતે ૩ બોટ દિવ્ય ગંગ, વિજય સાગર સહિત ઉંઘી વળી જતા આશરે ૧૦ થી ૧ર લાખનું નુકશાન થયું છે.

સવારે આછેરો સૂર્ય પ્રકાશ છે ઠાર વધ્યો છે ગુરૂતમ ઉષ્ણતામાન રપ,૦૬ સે.ગ્રુ. લઘુતમ ઉષ્ણાતામાન ૧૪ સે.ગ્રુ. પવનની ગતિ ૬ કીમી, હવનું દબણ ૧૦૧પ,૦૧ એચ.પી.એ. ર્સુ્યોદય ૭.૧૭ તથા સૂર્યઘ્સત ૬.૦૮ મીનીટે.

 

(11:40 am IST)