Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં મતદાન સમયે પત્રકારો ફોટો કે વિડીયોગ્રાફી નહી કરી શકે

ધોરાજી, તા. ૭ : ધોરાજી-ઉપલેટા ભાયાવદર વિસ્તારમાં ચૂંટણી વખતે પત્રકારોને ઓળખકાર્ડ આપતા હોય છે, પરંતુ આ વખતે પત્રકારોને હુ પાસનો આપી શકુ તમારે પાસ જોતા હોય તો રાજકોટ જાઉ.. આ પ્રકારનો જવાબ આપતા પત્રકારો ચીંતામાં મૂકાઇ ગયા હતાં પૂર્વ પ્રાંત અધિકારીઓ ઓળખકાર્ડ આપી શકે તો વર્તમાન પ્રાંત અધિકારી ઓળખકાર્ડ કેમનો આપી શકે.. ! જે સવાલ ઉભો થયો છે.  ગુજરાતમાં દરેક વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી અધિકારી પ્રજાને સાચી માહિતી મળે એ માટે દરેક ચૂંટણી કાર્યવાહી પ્રજા સમક્ષ મૂકતા હોય છે જે બાબતે પત્રકારોને પૂરા પ્રમાણમાં મહિતી આવતા હોય છે અને ચૂંટણી મતદાનના સમયે પ્રિન્ટ મીડીયાઓ ઇલેકટ્રોનીકલ મીડીયાને પણ કવરેજ લેવા માટે પ્રવેશ આપતા હોય છે જેના કારણે પ્રજા સમક્ષ લોકશાહીના ઢબે કવરેજ બનાવી શકતા હોય છે, પરંતુ ધોરાજીના નવા આવેલા પ્રાંત અધિકારીએ ચૂંટણીનું કવરેજ લેવા માટે પત્રકારોને પાસ ઇસ્યુ નહીં કરતા પ્રજા સુધી સાચી માહિતી પહોંચાડવી હવે મુશ્કેલ બનશે... મતદાન કેન્દ્રોમાં કોઇ જગ્યાએ ગેરરીતિ જોવા મળશે તો પત્રકારોને લોકશાહીના ઢબે માહિતી આપવી મુશ્કેલ બનશે.

(11:39 am IST)