Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

દેના બેંક બીઓબીમાં મર્જ બાદ કચ્છમાં સેવા ખાડે : હજારો ખેડુતો પાક વીમાથી વંચિત

મર્જ કર્યા બાદ કેન્દ્ર સરકાર પણ પરેશાન ગ્રાહકોની મુશ્કેલી હલ કરવામાં નિષ્ફળ, બાબુઓને કારણે સરકારની વિવિધ સહાય યોજનાઓથી નાગરિકો વંચિત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૭:  કેન્દ્ર સરકાર બેંક મર્જ કરવાનો નિર્ણય ભલે કરે પણ બેંક સેવાઓ કથળતી જાય છે તેનું શું? કચ્છમાં દેના બેંકના વર્ષો જુના શહેરી અને ગ્રામીણ ખાતેદારો મર્જ થયા પછી સતત કથળતી બેંક સેવાઓના કારણે ભારે પરેશાન છે.

જોકે, બેંક બાબુઓના કારણે કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ સહાય યોજનાઓથી લોકો વંચિત રહ્યા છે.

કચ્છમાં દેના બેંકના ગ્રાહકોના ખાતા નંબર તેમ જ આઇએફસીઆઇ કોડ બદલી ગયા છે, પણ ગ્રાહકો સુધી પુરી જાણકારી પહોંચાડવામાં બેંકના બાબુઓ નિષ્ફળ રહ્યા છે. રૂબરૂ બેંકમાં ગયા પછી પણ પોતાના ખાતાની બેલેન્સ જાણવામાં તેમ જ નવી પાસબુક, ચેકબુક મેળવવામાં ભારે મુશ્કેલી અનુભવવી પડે છે. જિલ્લા મથક ભુજ સહીત સમગ્ર કચ્છની દેના બેન્કની શાખાઓમાં અરાજકતા અને અસંમજસનો માહોલ છે.

(11:38 am IST)