Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ભાવનગરમાં સૌપ્રથમવાર સેન્ટ્રલ ઝોન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ

કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા માનિકા બત્રા, નેશનલ ચેમ્પિયન અર્ચના કામથ, આહિકા મુખરજી અને મધુરિકા પાટકર સહિત દેશભરના 750 ખેલાડીઓ હીર ઝળકાવશે

 

ભાવનગર : ભાવનગર ખાતે સૌપ્રથમવાર સેન્ટ્રલ ઝોન ટેબલ ટેનિસનો પ્રારંભ થયો છે. ભાવનગરના સિદસર ખાતેના ઇનડોર સ્ટેડિયમમાં મ્યુનિસિપલ કમિશનરે ટેબલ ટેનીસ રમી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો છે. ટુર્નામેન્ટમાં દેશભરમાંથી ૭૫૦ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. ટુર્નામેન્ટમાં પ્રથમ ટીમ ઈવેન્ટ યોજાશે. ત્યારબાદ સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ ડબલ્સ ઇવેન્ટ યોજાશે.

   સિંગલ્સમાં કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા માનિકા બત્રા વિમેન્સ વિભાગમાં આકર્ષણ બની રહેશે. નેશનલ ચેમ્પિયન અર્ચના કામથ, આહિકા મુખરજી અને મધુરિકા પાટકર સહિતના ખેલાડીઓ ગુજરાતની ટીમમાં માનુષ શાહ, વડોદરાનો ઇશાન હિંગોરાણી, કચ્છનો ચિત્રાક્ષ ભટ્ટ, અમદાવાદનો જિજ્ઞેશ જયસ્વાલ સહિત ભાવનગરના ખેલાડીઓ રહેશે. સાથે ગુજરાતની વિમેન્સ ટીમની આગેવાની સ્ટેટ ચેમ્પિયન અને સુરતની ફ્રેનાઝ છિપીયા કરશે.

(12:36 am IST)