Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

સાવરકુંડલા નાગરિક બેન્‍કની લેણી રકમ ન ચુકવતા કોર્ટ દ્વારા ૧ વર્ષની સજા

સાવરકુંડલા, તા. ૭ :. નાગરિક સહકારી બેન્‍કનું સાવરકુંડલાના મનીષભાઈ પરષોતમભાઈ પટેલ પાસે લેણુ નિકળતુ હોય બેન્‍ક મેનેજર જીતુભાઈ વ્‍યાસ દ્વારા કરજદાર પાસે અવારનવાર લેખીત-મૌખીક ઉઘરાણી કરી બેન્‍કનું કરજ ચૂકવી આપવા તાકીદ કરેલી પરંતુ કરજદાર બેન્‍કનું કરજ ચૂકવવામાં નિષ્‍ફળ રહ્યા હતા. બેન્‍ક મેનેજર દ્વારા સાવરકુંડલા એડીશ્‍નલ કોર્ટમાં બેન્‍કનું ઋણ વસુલ કરવા ફોજદારી દાવો માંડતા એડીશ્‍નલ ચીફ જ્‍યુડીશીયલ મેજીસ્‍ટ્રેટ શ્રી જોષીએ ધી નેગોશિયેબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ મુજબ કરજદારને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી સજા ફરમાવતો હુકમ કરેલ છે.

સાથે આરોપીએ બેન્‍કનું કરજ ચુકવી આપવા પણ હુકમ કરી જો આરોપી કરજ ચુકવવામાં નિષ્‍ફળ જાય તો વધુ છ માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. બેન્‍કની તરફેણમાં કોર્ટ ચુકાદો આવતા બેન્‍ક પાસેથી કરજ લઈ પરત ચુકવણી કરવામાં વિલંબ કરતા કરજદારોમાં ફફડાટ વ્‍યાપી જવા પામ્‍યો છે.(

(1:41 pm IST)