Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ખંભાળિયાના મોટી ખોખરામાં જુના મનદુઃખમાં હુમલોઃ ખૂનની ધમકી

ખંભાળિયા તા.૭ : તાલુકાના મોટી ખોખરી ગામે રહેતા ફરીયાદી ભીમશીભાઇ દેભાઇ આંબલીયાને જુના મનદુઃખનો ખાર રાખી આરોપી (૧) વેજા મેરૂભાઇ આંબલીયા (ર) જીવા પલા આંબલીયા (૩) મુરૂ હમીર આંબલીયા (૪) ગોવા નાથા આંબલીયાએ ભેગા મળી ફરીયાદીના પપ્‍નિ અને પિતા ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ફેકચર સહિતની ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરીયાદ ભીમશી આંબલીયાએ નોંધાવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ધમકી

કલ્‍યાણપુર તાલુકાના વિરપર ગામે રહેતા ફરીયાદી મુના કારૂભાઇ ગોજીયાને આરોપી (૧) બાબા આલાલ ગારીયા (ર) ગોવિંદ કેશુ લગારીયા (૩) મુના વેજા બગારીયા (૪) રામદે આલા લગારીયા (પ) કના કેશુ લગારીયા (૬) મયુર રામ લગારીયા (૭) હેમંત કરસન લગારીયા આ તમામ ઇસમોએ ગે. કા. મંડળી ચિી ધોકા પાઇપ વડે હુમલો કરી ભુંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરીયાદ મુનાભાઇ ગોજીયાએ નોંધાવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બિયર ઝડપાયો

સલાયા ચેકપોસ્‍ટ નજીકથી ચેકિંગ દરમિયાન ૧) નાગળા રાણશીભાઇ માયાણી આ પોતાની મો.સા. જીજે૩૭-ઇ- ૬૭૪૬માંથી ગે. કા. બીયર ટીન નંગ - પ કિંમત રૂા. પ૦૦ કુલ મુદામાલ ૩પ હજાર પ૦૦ સાથે ઝડપાઇ આવ્‍યા હતા.

ગળેફાંસો

ખંભાલિયા શકિતનગર વિસ્‍તારમાં રહેતા મનીષાબેન નારણભાઇ જોડ (ઉ.વ.ર૦) ગળેફાંસો ખાઇ મરણ જતા પોલીસે આગળની પાસ હાથ ધરી છે.

ધમકી

મીઠાપુરના હમુસર ગામે રહેતા ફરિયાદી રમેશભા ભારાભા હાથલને ગ્રામ પંચાયતની ચુંટણીનું મનદુફખ હોય જેનો ખાર રાખી આરોપી (૧) હુરૂભા અભુભા હાથલ (ર) રાહુલભા ગગુભા હાથલ (૩) સુનીલભા ગોપાલભાએ ભેગા મળી લોખંડના પાઇપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરીયાદ રમેશભાઇ હાથલએ નોંધાવતા પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.

જુગાર

ઓખામાં જુગાર રમવા (૧) ઇકબાલ હારુન બોલીમ (ર) અબા અબાસ હુસેન અંગડા (૩) આરીફ સતાર બેતારા (૪) મહમદ અલાઉદીન આલમ (પ) મોજાબેલ મુજીબર સરદાર આ તમામ ઇસમો રોકડા રૂપીયા ૩૬૭૦ તથા મોબાઇલ નંગ ૪ કિંમત રૂપિયા ૧૩ હજાર કુલ મતા ૧૬,૬૭૦ સાથે ઝડપાઇ આવ્‍યા હતા.

 

(1:40 pm IST)