Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

રાજુલા-જાફરાબાદ પંથકમાં સવારથી ધીમીધારે વરસાદઃ ‘મહા' વાવાઝોડાના કારણે દિવના દરિયામાં કરંટ

 રાજુલા, તા. ૭ :. મહા વાવાઝોડાની અસર આજે રાજુલા શહેર અને તાલુકાના મોટાભાગના ગામોમાં જોવા મળી હતી. આજે સવારથી જ આ પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. તો જાફરાબાદ શહેર અને તાલુકાના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદના દરીયાકાંઠે સ્‍થિતિ સામાન્‍ય રહી છે. માછીમારોના જણાવ્‍યા મુજબ દરિયામાં કરંટ બહુ નથી પરંતુ દિવના દરિયામાં કરંટ વધુ હવાનું જણાવે છે.

 

આ કમોસમી વરસાદથી ખેડૂતોને મગફળી, ચારેલુને મોટી નુકસાની થશે તેવુ ખેડૂતો જણાવી રહ્યા છે.

(1:38 pm IST)