Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

પોરબંદરના પાલખડામાં પશુઓ ઉપર વધતા અત્યાચારઃ પોલીસ પગલા લેશે?

પેહલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પાલુબેન દ્વારા દર્દભરી રજુઆત

પોરબંદર તા. ૭: તાલુકાના પાલખડા અબોલ આખલા નીલગાય તથા ગાયો ઉપર કેટલાંક તત્વો દ્વારા અમાનુષી કૃત્ય કરીને મોતને ઘાટ ઉતારવામાં આવતા હોવાનું પહેલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પાલુબેન સીદાભાઇએ બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઇને રજૂઆત કરીને આવી પ્રવૃતિ વહેલી તકે રોકીને પગલા લેવા દર્દભરી માગણી કરી છે.

રજુઆતમાં જણાવેલ કે, કેટલાંક નિર્દયી તત્વો આખલા ઉપર એસીડ છાંટીને તડપાવીને મારે છે અગાઉ આ પ્રશ્ને અનેક રજુઆતો કરી કાયદા મુજબ પગલા લેવા માગણી કરેલ છે છતાં આવી અમાનુષી પ્રવૃતિ ચાલુ છે. પશુઓને આંખમાં મરચાની ભૂકી છાંટીને વાડીના કુવામાં નાખીને મોતને ઘાટ અને ગાયો-ભેંસને ઝેરી પદાર્થ આપી મારી નાખતા હોય તપાસ કરીને પશુવધ એકટ હેઠળ કડક પગલા લઇને ગુન્હા દાખલ કરવા માગણી કરી છે. રજુઆતની નકલો જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી કલેકટર, ડી.જી.પી. અને મુખ્યમંત્રીને મોકલી પગલા લેવા માંગણી કરી છે.

(12:53 pm IST)