Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

મોરબીમાં ૧૮ વર્ષની ફિરદોસનું દાઝી જતાં મોત

દોઢ વર્ષની હતી ત્યારથી જામનગર દત્તક પિતા સાથે હતીઃ ચારેક મહિનાથી મોરબી જન્મદાતા સાથે રહેતી'તીઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૭: મોરબીમાં  ગેબનશા પીરની દરગાહ પાસે મતવા શેરી નં. ૨માં રહેતી ફિરદોસ વલીમહમદ જીંદાણી (ઉ.૧૮) ગત સાંજે ઘરમાં એકલી હતી ત્યારે દાઝી જતાં મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ રાત્રીના દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ મોબી જાણ કરી હતી. મૃત્યુ પામનાર ફિરદોસને તે દોઢેક વર્ષની હતી ત્યારે જામનગરના વલીમહમદ જીંદાણીએ દત્તક લીધી હોઇ ત્યારથી તે ત્યાં રહેતી હતી. ચારેક મહિના પહેલાથી તે મોરબીમાં જન્મદાતા પિતા કાસમભાઇ હુશેનભાઇ કુરેશીના ઘરે રહેવા આવી હતી. તેણી બે ભાઇ એક બહેનમાં નાની હતી. સાંજે તેના માતા ખંભાળીયા ગયા હતાં અને પિતા કાસમભાઇ બહાર હતાં ત્યારે તેણી દાઝી ગઇ હતી. તેણે અગ્નિસ્નાન કર્યુ કે અકસ્માતે દાઝી? તે અંગે પિતાને ખબર ન હોઇ મોરબી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:25 pm IST)