Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

હળવદમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ : દીધડિયા ગામે વાડી વિસ્‍તારમાંથી ૯૦ લોકોનું સ્‍થળાંતર

ભુજ,તા.૭: શહેર તેમજ તાલુકામાં ગઈ કાલે રાત્રે ૯ વાગ્‍યા ની આસપાસ એકાએક જ ભારે પવન સાથે વરસાદનું જોરદાર ઝાપટું પડી ગયું હતું જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે જોકે પવન સાથે વરસાદના ઝાપટાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સાથે જ દિદ્યડિયા ગામે વાડી વિસ્‍તારમાં રહેતા ૯૦ જેટલા મજૂરોને સ્‍થળાંતર કરી તમામને આશરો આપવામાં આવ્‍યું છે.

મહા વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્‍યો હતો અને આજે જોરદાર પવન સાથે હળવદ શહેર તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારો માં વરસાદી ઝાપટું પડયું હતું. જેના થી લોકો માં ફફડાટ ફેલાયો હતો. જયારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ખાસ કરીને તાલુકાના માણેકવાડા, સુંદરી ભવાની, માથક, ચુપણી, રાયધ્રા, રાતાભેર, સરંભડા સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં હળવદ શહેર કરતાં વધુ વરસાદ પડયો હોવાના અહેવાલો મળી રહ્યા છે તેમજ વાવાઝોડાની અસરને પગલે તાલુકાના દીદ્યડિયા ગામ બ્રાહ્મણી નદી કાંઠે આવેલ વાડી વિસ્‍તારમાં મજુરીકામ કરતાં ૯૦ જેટલા મજૂરોને હાલ દીદ્યડિયા ગામ ખાતે શક્‍તિ માતાજી ના મંદિર ખાતે રાખવામાં આવ્‍યા છે.

સુંદરી ભવાની ગામના ખેડૂત અગ્રણી ગોગજી ભાઈ પરમારએ જણાવ્‍યું હતું કે થોડા દિવસો પહેલા પડેલા વરસાદને કારણે અને આજે પડેલા વરસાદને કારણે જે થોડો દ્યણો મોલ બચ્‍યો હતો તે પણ પૂરો થઈ ગયો છે જેથી રાજય સરકાર દ્વારા ખેડૂતોને યોગ્‍ય વળતર આપે તે જરૂરી બન્‍યું છે.

(12:07 pm IST)