Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

પોરબંદર ઉપરથી ‘મહા' વાવાઝોડાનો ખતરો ટળી ગયોઃ હજુ રેસ્‍કયુ ટીમ ખડેપગે

બંદર કાંઠે ૩ નંબરનું સિગ્નલઃ માછીમારોને દરિયામાં નહીં જવા ચેતવણીઃ કોસ્‍ટગાર્ડ દ્વારા ડોનીયર અને હેલીકોપ્‍ટરથી નિરીક્ષણ

પોરબંદર, તા. ૭ :. દરિયામાં મહા વાવાઝોડાનું જોર ઘટી જતા પોરબંદર ઉપરથી ખતરો ટળી ગયો છે. હજુ અગમચેતી માટે કાંઠા વિસ્‍તારમાં એનડીઆરએફની ટીમ તથા રેસ્‍કયુ ટીમ ખડેપગે છે અને તેમની કામગીરી ચાલુ રાખેલ છે.

ડીઝાસ્‍ટાર મેનેજમેન્‍ટના જણાવ્‍યા મુજબ મહા વાવાઝોડા હળવુ થયું છે. પોરબંદર દરિયામાં કરન્‍ટ ઘટી ગયો છે. આજે સવારે પવનની ગતિ ૪ કિ.મી. તથા દરિયામાં મોજા શાંત છે.

કોસ્‍ટગાર્ડ રેસ્‍કયુ ઓપરેશન માટે સજજ છે. દરિયા ઉપર ડોનીયર અને હેલીકોપ્‍ટર દ્વારા નિરીક્ષણ થઈ રહ્યુ છે. વાવાઝોડુ દીવ તરફ ૫૦ કિ.મી. ઝડપે આગળ વધી રહેલ છે. તેમનુ જોર ઘટીને ડીપ્રેશનમાં ફેરવાય જશે. વાવાઝોડાના પગલે માછીમારોને મોટુ નુકશાન સહન કરી રહેલ છે. ‘મહા' વાવાઝોડા બાદ ‘બુલબુલ' વાવાઝોડાની અસર આવી શકે છે. હાલ બંગાળમાં છે.

 

(1:58 pm IST)