Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

વહેલી સવારે કેશોદ, માંગરોળ માળીયા હાટીના પંથકમાં વરસાદ સોરઠનાં વિવિધ વિસ્‍તારોમાં વરસાદી વાતાવરણ

જૂનાગઢ તા. ૭ :.. સોરઠમાં મહા વાવાઝોડાની અસર તળે આજે વહેલી સવારે જૂનાગઢ જિલ્લાના ત્રણ તાલુકામાં હળવાથી ભારે વરસાદનાં ઝાપટા વરસ્‍યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

ગઇકાલે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ આજે પરોઢિયે માળીયા હાટીના પંથકમાં કમોસમી વરસાદ થયો હતો.

માળીયા સવારના ૧૦ વાગ્‍યા સુધીમાં ૯ મી. મી. વરસાદ નોંધાયો હતો.

આજ પ્રમાણે કેશોદ તાલુકામાં પણ વહેલી સવારે માવઠુ થયુ હતું. ૪ મી. મી. વરસાદ થયો હતો.

માંગરોળ તાલુકામાં પણ આજે માવઠુ થયુ હતું સવારના ૧૦ વાગ્‍યા સુધીમાં પાંચ મી.મી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

જયારે જુનાગઢ સહિતનાં વિસ્‍તારોમાં સવારથી જ વરસાદી વાતાવરણ છે. પરંતુ નોંધપાત્ર વરસાદનાં સમાચાર નથી.

(11:55 am IST)