Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ખાંભા તાલુકામાં ૧.૫૦ કરોડના કામો મંજુર કરાવતા ધારાસભ્ય ડેર

રાજુલા,તા.૭:ખાંભા તાલુકામાં માર્ગ અને મકાન પંચાયત હસ્તકનો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રસ્તાઓ ૭ વર્ષથી વધુ સમયથી બાકી હોય તેવા રસ્તાઓની રીસફેસીંગ મજબૂતીકરણ યોજના હેઠળ મંજુર કરી જોબ નંબર ફાળવવામાં આવેલ છે અને તેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં માટે કાર્યપાલક ઇજનેરશ્રી ને સુચના આપેલ છે

જેમાં ૧.મુજયાસર ડેડાણ રોડ ૨.મૂજયાસર ત્રાકુડા રોડ ૩.ડેડાણ એપ્રોચ રોડ ૪.જામકા તાલડા રોડ ધારાસભ્ય શ્રી અંબરીષભાઈ ડેર દ્વારા વિધાનસભામા રજુઆત કરવામાં આવેલ તેથી ગુજરાત સરકાર દ્વારા ખાંભા તાલુકામાં દોઢ કરોડના ખર્ચે રોડ મંજુર કરવામાં આવ્યા છે તેમજ રાજુલા જાફરાબાદ તાલુકાના પણ ટુક સમયમાં બનશે.(

(11:34 am IST)