Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

જુનાગઢના નાગરીક દ્વારા શહેરમાં હેલ્મેટનો કાયદો રદ કરવા માંગ

નવી પોલ્યુશન રહીત ગાડી માટે PUCમાંથી મુકિતની માંગ

જુનાગઢ, તા.૭: ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ મંત્રી જેન્તીભાઇ બી. શીલુએ રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો રદ કરવા માંગણી કરી છે.

વધુમાં જણાવેલ છે કે મોટર વ્હીકલ એકટ ૨૦૧૯ કેન્દ્ર સરકારે નવા સ્વરૂપે કાયદો અને દંડની જોગવાઇ વધારી અમલવારી કરાવવા દરેક રાજયોને સુચના આપેલ છે. પરંતુ શહેરી વિસ્તારમાં હેલ્મેટ અંગે પૂનઃવિચારણા કરવી જોઇએ જેમકે શહેરોમાં રસ્તા ઉપર ભીડ હોઇ, પુષ્કળ વાહન ચાલતા હોઇ, રસ્તાઓ સાકળા હોઇ, રસ્તામા ખાડા પણ હોઇ ત્યારે વાહન ઝડપથી ચલાવી શકાતુ નથી. શહેરમાં ટુ વ્હીલર ઉપર હેલ્મેટનો ઉપયોગ પ્રજાને મુશ્કેલ ભર્યો લાગે છે. તેમાં પણ સીનીયર સીટીઝનો, વૃધ્ધ વ્યકિતઓને હેલ્મેટના ઉપયોગ માથામા વજન લાગે છે આટલા વર્ષો સુધી હેલમેન્ટનો કયારેય ઉપયોગ ગામમાં  કરેલ ન હોઇ જેથી કાનમાં ધાક પડી જાય તેવુ લાગે છે. દેવ દર્શને કે મંદિરે બજારમાં પરચુરણ ખરીદીઓ કરવાની થતી હોઇ ત્યારે આ હેલ્મેટ હાથમાં લઇને ફરવુ ભારરૂપ લાગે છે.

બીજો કાયદો પીયુસીનો છે હાલ નવી આવતી તમામ ગાડીઓમાં પોલીયુસન રહીત હોય છે છતા પ્રજાએ ફરજીયાત પીયુસી કઢાવવાનું અને લાઇનોમાં ઉભા રહેવાનુ વ્યાજબી નથી. પીયુસી સર્ટી. ની ખરેખર જરૂરીયાત નથી કોઇ પણ પ્રદૂશણ વાહનને આ સર્ટી માટે રીઝેક કરતા નથી. ત્રીજો કાયદો ટુ વ્હીલર ઉપર ત્રણ સવારી હોઇ તો ગુન્હો બને છે પરંતુ ૦ થી ૧૦ વર્ષના પોતાના જ બાળકોને બેસાડે તેમાં પણ ત્રણ સવારી ગણીને દંડની જોગવાઇ કરેલ છે. આમા પોલીસ તંત્ર અને પ્રજા વચ્ચે ઘર્ષણ થશે.

લોકોએ કાયદો અને નિયમોનુ પાલન કરવુ ફરજીયાત છે પરંતુ પ્રજાની મુશ્કેલીઓ, વેદનાઓ સાંભળવી જોઇએ. હાઇવે પર હેલ્મેટ પહેરવી ફરજીયાત બરાબર છે પરંતુ શહેરી વિસ્તારમાં મુકિત આપવા અંતમાં માંગણી કરાઇ છે.(

(11:31 am IST)