Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

જામનગર જિલ્લામાં ખેડૂતોના પાક નુકશાનીના વળતર માટે પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત

જામનગર તા.૭ : જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડે મુખ્યમંત્રીને લેખીત રજૂઆત મોકલીને જામનગર જિલ્લાને લીલો દુકાળ જાહેર કરી સરકાર ખેડૂતોના પાકના નુકશાનીના વળતર માટે પેકેજ જાહેર કરવા માંગણી કરી છે.

જામનગર જિલ્લામાં આ વર્ષે ૧૫૦ ટકાથી વધારે વરસાદ થયેલ હોય તેમજ અતિવૃષ્ટિ થયેલ છે. જેના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાય જવાથી મગફળીમાં ફુગ જેવા રોગ તેમજ રાતડીયાના રોગ લાગેલ છે તેમજ અત્યારે જામનગર જિલ્લામાં છેલ્લા દસ દિવસથી મોસમી વરસાદ પડવાથી મગફળી, કપાસ, મગ, અડદ, તલ, જુવાર, બાજરો દિવેલા જેવા અનેક પ્રકારના પાકોને વ્યાપક નુકશાન થયેલ છે. ખેડૂતોએ વાવેલ મગફળીના પાથરા પલળી જવાથી મગફળીનો ચોરો ખરાબ થઇ ગયેલ છે અને ઘાસ કામ આવે તેમ નથી તેમજ મગફળીની ગુણવતા ખરાબ છે તેમજ મગફળી જમીનમાં ઉગવા લાગે છે. કપાસના પાકને રૂ વિણવાનો સમય હોવાથી વરસાદને કારણે રૂ કાલામાંથી નીકળીને જમીન સાથે ચોટી ગયેલ છે અને ખરાબ થઇ ગયેલ છે. વરસાદ સાથે પવન હોવાથી કપાસ પડી ગયેલ છે તલ પણ ખરાબ થઇ ગયા છે અને કમોસમી વરસાદથી ખેડૂતોનો ચારો સંપુર્ણ નાશ થયેલ છે અત્યારે ખેડૂત ભાઇઓને આ કુદરતી આફતથી ઉપર આભ અને નીચે ધરતી જાય તો જાય કયા એવી સ્થિતિ પેદા થઇ છે. સરકાર નુકશાનીના ફોર્મ ભરવાનો ૭૨ કલાકનો સમય આપેલ પણ વિમા કંપનીમા મોબાઇલમાં ફોન લાગતા ન હતા તેમજ ૩૦ ટકા ખેડૂતોએ આ નુકશાનીમાં ફોર્મ ભરેલ છે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

એડ હોક ધોરણ પાક વિમો ચુકવવા રજૂઆત

વીમા કંપનીઓએ વીમા રકમની આકારણીઓ કરવાની ગુંચવણ વાળી પધ્ધતિઓ બાજુમાં મુકીને બીલકુલ સમય બગાડવા વિના વિમા રકમ એડહોક ધોરણે પણ તાત્કાલીક ચુકવી આપવી જોઇએ તેવા ખેડૂત સમુદાયના હિતમાં બંને સરકારોએ આદેશો કરવા જોઇએ તેવી રજૂઆત ભારત સરકારના કૃષિ પ્રધાન તથા રાજય સરકારના મુખ્યમંત્રી શ્રી અને કૃષિ પ્રધાનશ્રીએ અશોકભાઇ લાલ ચેરમેન ધી જામનગર ડીસ્ટ્રીકટ કો.ઓપ બેંક લી. દ્વારા કરવામાં આવી છે.(

(11:31 am IST)