Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

જામનગર : આંગણવાડી કાર્યકરોના પ્રશ્ને આવેદન

જામનગર : વડોદરા ખાતે અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘની રાષ્ટ્રીય બેઠકમાં આંગણવાડી કાર્યકર તથા હેલ્પર બહેનોના પ્રશ્નોએ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ પ્રશ્નોએ સરકારશ્રીનુ ધ્યાન આકર્ષિત અને માંગણી કરવા રાજધાની સહિત દેશના તમામ જીલ્લા એક દિવસના વિશાળ ધરણા અને પ્રદર્શન કરવાનો નિર્ણય કરવામાં આવેલ અને આ કાર્યક્રમના અંતે આ પ્રશ્નોને વાચા આપવા વડાપ્રધાનશ્રીને તથા મુખ્યમંત્રીશ્રીને આવેદન પાઠવવુ તેમ નકકી થયેલ જે મુજબ જામનગર યુનિટ દ્વારા કલેકટર હસ્તક આવેદનમાં આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરવા. સરકારી કર્મચારી જાહેર ન થાય તે પહેલા કાર્યકરને રૂ.૧૮૦૦૦ તથા હેલ્પરને રૂ. ૯૦૦૦ પ્રતિમાસ લઘુતમ વેતન ચુકવવામાં આવેલ. મીની આંગણવાડીના કર્મચારીઓને પણ આ જ રીતે વેતન ચુકવવામાં આવે તેમજ આંગણવાડી કર્મચારીઓને પીએફ પેન્શન ગ્રેચ્યુઇટી, તથા આરોગ્ય સુવિધા અપાઇ હાલમાં મળતી વિમાની રકમમાં વધારો કરાઇ અને આંગણવાડી કાર્યકર હેલ્પરને ઉમરનો બાધ હટાવી ૧૦૦% જગ્યા પ્રમોશનથી ભરવા સહિત વિવિધ માંગણી કરાઇ હતી. આવેદનપત્ર પાઠવ્યું તે તસ્વીર.(

(11:29 am IST)