Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

જુનાગઢ મસ્જીદે રઝામાંજશ્ને ઇદે મિલાદુન્નબી

જૂનાગઢ તા.૭: આ'લા હઝરત યંગ કમીટી દ્વારા જશ્ને ઇદે મિલાદુન્નબી નિમિતે તા. ૬,૭,૮,૯ નવેમ્બર-૨૦૧૯ બુધવાર, ગુરૂવાર, શુક્રવાર, શકિનવાર (૪ દિવસ) રાત્રે ૯-૪૫ થી ૧૦-૪૫ વાગ્યા સુધી મસ્જીદે રઝામાં શાનદાર જલ્સાનુ આયોજન કરવામા આવેલ છે. જેમાં ખાનકાહે રઝવિય્યાહ નુરીય્યાહના ગાદીનશીન પીરે તરીકત ગુલઝારે મિલ્લત હઝરત અલ્લામાં ગુલઝાર અહમદ સાહબ નૂરી શાનદાર તકરીર ફરમાવશે આ જલ્લામાં જુનાગઢના ઓલમાએ કિરામ, સાદાતે એઝામ હાજરી આપશે. સલાતો સલામ, દુઆએ ખૈર બાદ આમ ન્યાઝ જમાડવામા આવશે. આ જલ્સામાં સર્વે મુસ્લીમ બીરાદરોને બહોળી સંખ્યામાં હાજરી આપવા આ'લા હજરત યંગ કમીટીની યાદીમાં જણાવાયુ છે.(

(11:29 am IST)