Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

નિકાવા પાસે કારે રિક્ષાને ઉલાળીઃ રાજકોટના પાંચ બહેનના એક જ ભાઇ ૧૭ વર્ષના બલદેવનું મોતઃ માતા-બહેનને ઇજા

રણુજાનગરમાંથી કોળી મહિલા ગીતાબેન પુત્ર-પુત્રીને લઇ કાલાવડ દિકરીના ઘરે બેસવા જતા'તા ત્‍યારે બનાવઃ પરિવારમાં કલ્‍પાંત

તસ્‍વીરમાં ઘાયલ પૈકીના પૂનમ ટીડાણી અને ઘટના સ્‍થળે કાર તથા રિક્ષા જોઇ શકાય છે

રાજકોટ તા. ૭: કાલાવડના નિકાવા અને આણંદપર વચ્‍ચે સાંજે સીએનજી રિક્ષા સાથે ધડાકાભેર કાર અથડાતાં રિક્ષા ઉંધી વળી જતાં તેમાં બેઠેલા રાજકોટના ૧૭ વર્ષના કોળી યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું. જ્‍યારે તેના માતા અને બહેનને ઇજા થઇ હતી. રણુજાનગરમાં રહેતાં કોળી મહિલા દિકરા અને દિકરીને સાથે લઇ કાલાવડ રહેતી મોટી દિકરીના ઘરે બેસવા જઇ રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. કાળનો કોળીયો બનેલો યુવાન પાંચ બહેનનો એકનો એક ભાઇ હતો.

જાણવા મળ્‍યા મુજબ નિકાવા અને આણંદપર વચ્‍ચે પેટ્રોલ પંપ નજીક સાંજે જીજે૦૩એયુ-૩૦૮ નંબરની રિક્ષા સાથે જીજે૦૩સીએ-૯૩૫૫ નંબરની વેગનઆર કાર ધડાકાભેર અથડાતાં રિક્ષા ઉંધી વળી ગઇ હતી. તેના ચાલકનો બચાવ થયો હતો. પરંતુ અંદર મુસાફર તરીકે બેઠેલા કોઠારીયા રોડ રણુજાનગરના ગીતાબેન ગોપાલભાઇ ટીડાણી (કોળી) (ઉ.૪૫), તેના પુત્ર બલદેવ ગોપાલભાઇ (ઉ.૧૭) અને પુત્રી પૂનમ ગોપાલભાઇ (ઉ.૨૦)ને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ બલદેવનું મોત નિપજ્‍યું હતું.

હોસ્‍પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ કાલાવડ જાણ કરી હતી. ગીતાબેનની એક દિકરી પૂજાબેન રમેશભાઇ ઝંઝવાડીયા કાલાવડ સાસરે છે. દિવાળીમાં ત્‍યાં બેસવા ગયા ન હોઇ ગઇકાલે તેઓ ઘર પાસેથી રિક્ષા ભાડે કરી કાલાવડ દિકરીના ઘરે જવા નીકળ્‍યા હતાં. સાથે તેની દિકરી પૂનમ અને દિકરો બલદેવ પણ હતાં.  મોતને ભેટેલો બલદેવ માતા-પિતાનો એકનો એક લાડકવાયો અને પાંચ બહેનનો એક જ ભાઇ હતો. તે કારખાનામાં કામ કરતો હતો. તેના પિતા ટ્રક ડ્રાઇવીંગ કરે છે. બનાવથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. કાલાવડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:25 am IST)
  • રાજકોટ બાદ ૧૦મીએ નાગપુરમાં ટી-૨૦ મેચ રમાશે : ૧૪મી નવે.થી ઈન્દોરમાં પ્રથમ ટેસ્ટ : ૨૨મી નવે.થી કોલકતામાં ડે એન્ડ નાઈટ ટેસ્ટ access_time 3:26 pm IST

  • રાજકોટ બાદ ૧૦મીએ નાગપુરમાં ટી-૨૦ મેચ: : ૧૪મી નવે.થી ઈન્‍દોરમાં પ્રથમ ટેસ્‍ટ : ૨૨મી નવે.થી કોલકતામાં ડે એન્‍ડ નાઈટ ટેસ્‍ટ access_time 12:03 pm IST

  • ઉદ્ધવ ઠાકરેનું તડ અને ફડ : મુખ્યમંત્રી પદ આપવા તૈયાર હો તો જ ફોન કરજો શિવસેનાના સુપ્રિમો ઉદ્ધવ ઠાકરેએ ભાજપને સ્પષ્ટ કહ્યુ છે કે મુખ્યમંત્રી પદ આપવા માટે તૈયાર હો તો જ મને ફોન કરજો નહિં તો કરતાં નહિં : દરમિયાન શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યુ છે કે અમારા પોતાના મુખ્યમંત્રી બનાવવા માટે અમારી પાસે પુરતા ધારાસભ્યો છે : ત્યારે આ ધારાસભ્યો હટાવવાની કોઈ જરૂર નથી : અમે વિધાનસભા ગૃહના ફલોર ઉપર બતાવી દેશુ : અમારી પાસે વિલ્કપો છે : વિકલ્પ વિના અમે બોલતા નથી : સંજય રાઉતે એમ પણ કહ્યુ હતું કે ભાજપ પાસે સરકાર રચવા પુરતા ધારાસભ્યો જો હોય તો સરકાર રચી દયો અને જો તમારી તમારી પાસે પુરતા ધારાસભ્યો ન હોય તો સ્વીકાર કરો બંધારણ આ દેશના લોકો માટે છે : તમારી (ભાજપની) અંગત મિલકત નથી : અમે પણ બંધારણ જાણીએ છીએ : મહારાષ્ટ્રમાં અમે બંધારણ મુજબ શિવસેનાનો મુખ્યમંત્રી બનાવીશુ : દરમિયાન શિવસેનાએ કહ્યુ છે કે અમે શિકારીઓ ત્રાટકે તેવો કોઈ મોકો આપવા માગતા નથી અને શિવસેનાએ નક્કી કર્યુ છે કે બાંદ્રા ખાતે સમુદ્ર સામેની ખાનગી હોટલમાં અમારા ૬૫ ધારાસભ્યોને ખસેડવામાં આવશે access_time 6:25 pm IST