Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

જામનગર જિલ્લા ખેડૂતોએ ફળ પાકોમાં સહાય માટે અરજી કરવી

જામનગર, તા.૭:જામનગર જિલ્લાના તમામ ખેડૂતોને જણાવવાનુ કે, ચાલુ વર્ષે બહુવર્ષાયુ ફળપાકોના ઘટકોમાં (ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળપાકો અને વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો) સહાય મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ તા.૩૧/૧૨/૨૦૧૯ સુધી ખુલ્લા મુકવામાં આવેલ ઓનલાઈન આઈ-ખેડુત પોર્ટલ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ, ૭-૧૨, ૮-અ, જાતીના દાખલા (અનુસુચીત જાતી માટે), આધારકાર્ડ, રેશનકાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, સુભાષ પુલ પાસે, જામનગર (ફોન નં ૦૨૮૮ ૨૫૭૧૫૬૫)નો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવાયું છે.(

(11:19 am IST)