Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

વેરાવળ સુત્રાપાડા તાલુકામાં ખેડૂતોનેનુકશાની વળતર ચુકવવા રજુઆત

પ્રભાસપાટણ તા. ૭: વેરાવળ તથા સુત્રાપાડા તાલુકાના ગામોમાં  પવન ગાજ વિજ સાથે ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરમા રહેલ મગફળી, કપાસ વગેરે પાકો તથા લલણી કરેલા પાકો ઉપર ભારે વાસરદને કારણે મગફળી, કપાસ સહિત વિવિધ પાકોને ભારે નુકશાન છે અને તેથી મંડળીના ખેડૂતો ખાતેદારોની હાલત કફોડી થયેલ છે. જેથી ખેડૂતોને ગુજરાન ચલાવવા અને માલઢોર સાચવવા માટે તથા આજીવકા રડવા ખેડૂતો ચિંતામાં મુકાયેલ છે.

જે ખેડૂતોએ પાક ધિરાણ લીધેલ છે. તે તમામ ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે. આવી પરિસ્થિતિમાં  મંડળીના અસરગ્રસ્ત ખેડૂતોને પાક વિમા કંપની ભારતી સુરક્ષા જનરલ ઇન્સુ. કંપની લિ. અને જીલ્લા ખેતીવાડી અધિકારી ગીર-સોમનાથ મારફત નુકશાન થયેલ પાકોનું તાત્કાલિક સર્વે કરી નુકશાનીનુ વળતર તાત્કાલિક મળે તે અંગે ગીર-સોમનાથ જીલ્લા કલેકટરને મંડળીના પ્રમુખો અને હોદેદારો દ્વારા રેલી કાઢી અને લેખિતમાં  રજુઆત કરેલ છે અને તાત્કાીલક સર્વે કરી અને વળતર આપવા માંગણી કરેલ છે.(

(11:24 am IST)