Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

'મહા' ઇફેકટ : હળવદમાં ૧૫ સગર્ભા મહિલાને સલામત સ્થળે ખસેડાઇ

હળવદ,તા.૭: મહા વાવાઝોડુ હાલ નબળું પડ્યું પરંતુ પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ થવાની આગાહીને પગલે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે જિલ્લામાંથી ૧૨૦ સગર્ભા મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવી હતી

જેમાં હળવદ તાલુકાના પી.એચ.સી અને સી.એચ.સી પર હળવદ ની ૧૫ સગર્ભા મહિલાઓને ખસેડવામા આવી હતી જેમાં ડોકટર વિપુલ કારોલીએ જણાવ્યું હતું કે હાલ ૯ જેટલી મહિલાઓની ડીલેવરી કરવામાં આવી છે. વધુમાં ડોકટર ચેતન વારેવડીયા એ જણાવ્યું હતું કે મહિલાઓની સંભવિત ૧૦ તારીખ સુધીની ડીલેવરીનો સમય હતો તે તમામ મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવી હતી.(

(11:24 am IST)