Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

કાલાવાડ સરકારી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન રેડીયોલોજીસ્ટના અભાવે બંધ રહેછે!!

અસંખ્ય દર્દીઓને જિલ્લા મથકે અથવા ખાનગી હોસ્પિટલમાં જવુ પડે છે

કાલાવડ તા. ૭: કાલાવડ સરકારી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન હોવા છતા રેડીયોલજીસ્ટના અભાવે દર્દીઓ લાભથી વંચીત રહે છે. અને આર્થીક નુકશાની વેઠી રહ્યા છે.

આ બાબતે કાલાવાડના કાર્યકર મામદભાઇ મલેક દ્વારા ઉચ્ચ કક્ષાએ સોનોગ્રાફી મશીન રેડીયોલોજીસ્ટની નિમણુંકના અભાવે ગરીબ દર્દીઓ લાભથી વંચીત રહે છે. અને ભારે આર્થીક નુકશાની વેઠી રહ્યા છે. જેથી ગરીબ દર્દીઓમાં ભારે રોષ પ્રગટયો છે. કાલાવડ સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી સોનોગ્રાફી  મશીન ચાલુ કરવા માટે રેડીયોલોજીસ્ટ તથા નિષ્ણાંતોની નિમણુંક થવા બાબતે રજુઆત કરેલ છે.

કાલાવડ તાલુકો ૧૦૪ ગામોનો હોય જેથી ગરીબ દર્દીઓ આ લાભથી વંચીત રહે છે. જેથી સત્વારે નિષ્ણાંતોની નિમણુંક થવા પ્રજાજનોમાં માંગણી ઉઠી છે.(

(11:14 am IST)