Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

કોડીનારના આંગણે જાની પરિવાર યોજીત કથાના પ્રારંભે શોભાયાત્રા નીકળી

કોડીનાર, તા. ૭ : અહીંની બ્રહ્મપુરી ખાતે જાની હરેશભાઇ ઇન્‍દુલાલ પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ધામધુમ પૂર્વક પ્રારંભ થયેલ. મોટી હવેલીથી પોથીયાત્રા નિકળી ગામના મુખ્‍ય માર્ગો પર ફરી બ્રહ્મપુરી ખાતે પહોંચી હતી.

કથા સ્‍થળે પહોંચ્‍યા બાદ વકતા શાષાીશ્રી મેહુલભાઇ જોષી દ્વારા પ્રથમ દિવસની શરૂઆત સાથે શાષાની મહત્‍વની સાથે આધુનિક યુગમાં ભાગવત સુકામ કરવામાં આવે છે તેમ જણાવી ‘ભાગવત' શબ્‍દનો અર્થ સમજાવતા નારદ ભકિત સુત્રની દૃષ્‍ટિએ ભકિતના પ્રકાશે સમજાવીને જણાવ્‍યું હતું કે, અત્‍યારના સમયમાં થતાં ચમત્‍કારો તથા કથારૂપી ગંગાથી થતા ચમત્‍કારોનો તફાવત સમજાવ્‍યો હતો.

વધુમાં કહ્યું હતું કે, વ્‍યકિતએ ચિંતન કરવું જોઇએ. ચિંતા નહીં કારણ કે ચિંતા અને ચિતા એક સમાન છે. ચિંતા વ્‍યકિતને અંદરથી બાળે છે. જયારે ચિંતા બહારથી બાળે છે.

દિવસભર પોતાની શાષાોત વાતો દૃષ્‍ટાંત સાથે સંગીતમય શૈલીમાં જણાવી સૌ શ્રોતાજનોને ભાગવત ભકિતના રંગે રંગી કથાની શરૂઆત કરી હતી.

કથા દરમિયાન દરરોજ વિવિધ પ્રસંગે ધામધુમ પૂર્વક ઉજવવામાં આવશે.

(10:32 am IST)