Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

અમરેલીમાં રામભરોસે ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનું ઝડપાયું : ર ની ધરપકડ

અમરેલી તા ૭ : નિર્ર્લીપ્ત રાય પોલિસ અધિક્ષક અમરેલીનાઓએ  અમરેલી  જિલ્લામાં ખાનગી  રીતે એજન્ટો મારફતે બહારથી સ્ત્રીઓ બોલાવી દેહવ્યાપાર થાય છે. અને આવી પ્રવૃતિ શોધી કાઢવા સુચનાઓ આપેલ હોય  જે અન્વયે આજરોજ શ્રી એલ.બી.મોણપરા, નાયબ પોલિસ અધિક્ષક અમરેલી તથા એસ.ઓ.જી. ના પોલીસ સબ ઇન્સ. શ્રી આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી. એ અમરેલી શહેરમાં ટાવરચોકમાં આવેલ રામભરોસે ગેસ્ટહાઉસમાંથી કુટણખાનું ઝડપી પાડેલ છે.

પોલીસે રાજેન્દ્રકુમાર નવિનચંદ્ર ત્રિવેદી ઉ.વ.૫૨, ધંધો ગેસ્ટ હાઉસરહે. અમરેલી, કંસારા શેરી ટાવર ચોક પાસે રામભરોસે ગેસ્ટહાઉસની બાજુમાં, અશ્વિનભાઇ લાલજીભાઇ ધાનાણી, ઉ.વ. ૩૫, ધંધો હીરા ઘસવાનો, રહે. અમરેલી ગજેરાપરા ચોરા પાછળ, સાગર પાનના ગલ્લા પાસે, ની ધરપકડ કરી છે.

અમરેલી શહેરમાંઆવેલ રામ ભરોસે ગેસ્ટહાઉસના માલીક રાજેન્દ્રકુમાર નવિનચંદ્ર ત્રિવેદી તથા દલાલ  અશ્વિનભાઇ ધાનાણી બન્ને રામભરોસે ગેસ્ટહાઉસમાં બહારથી અલગ અલગ સ્ત્રીઓ બોલાવી કુટણખાનું ચલાવતા હોવાની પૂર્વે બાતમી આધારે આજ રોજ એલ.બી.મોણપરા નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ, અમરેલી તથા એસ.ઓ.જી. ના પો.સબ ઇન્સ. શ્રી આર.કે. કરમટા સાહેબ ને એક ડમી ગ્રાહક મોકલતા ગેસ્ટ હાઉસના સંચાલક એ કોઇ પ્રકારની રજીસ્ટરમાં નોંધ કર્યા વગર ડમી ગ્રાહક પાસેથી રૂપીયા મેળવી પોતાનાઆર્થિક ફાયદા શારૂ દેહ વ્યાપારની સુવીધા પુરી પાડતા ઝડપી પાડેલ છે.

બન્ને આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે બહારથી  સ્ત્રીઓને બોલાવી દેહવ્યાપાર કરાવી તેમાંથી કમીશન મેળવતા તેમજ ગેસ્ટ હાઉસના માલીક તેને દેહ વ્યાપાર કરવા માટે  રૂમની સુવિધા પુરી પાડતા રેઇડ દરમ્યાન ઝડપી પાડવામાં આવેલ છે. અને ગુન્હો દાખલ કરાવી આગળની વધુ તપાસ અર્થેે અમરેલી સીટી પો.સ્ટે. ખાતે સોંપી આપવામાં આવેલ છે. સદરહું કુટણખાનું ચલાવવામાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે, કેટલા સમયથી  કુટણખાનું ચાલતું હતું વિગેરે બાબતે આગળની વધુ તપાસ અમરેલી સીટી પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે.

આમ, શ્રી નિર્લીપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના અન્વયે એલ.બી. મોણપરા,ઝ્રળ્લ્ભ્ અમરેલી તથા આર.કે. કરમટા, પોલીસ સબઇન્સ. એસ.ઓ.જી. અમરેલીનાઓ તથા ટીમ એસ.ઓ.જી. એ કામગીરી કરી હતી.

(3:10 pm IST)