Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

જેતપુરના બોરડી સમઢીયાળા ગામે દંપતિ અને પુત્ર પર હુમલો

જમીનના ભાગ પ્રશ્ને કૌટુંબીક પરિવારજનો તૂટી પડયા

 જેતપુર તા. ૭: તાલુકાના બોરડી સમઢીયાળા ગામે રહેતા જમનભાઇ રવજીભાઇ બુટાણી સીમમાં આવેલ તેમની વાડીએ હતા ત્યારે તેમના કુટુંબીઓ રાજુ રવજીભાઇ બુટાણી, જયાબેન જમનભાઇ બુટાણી, ચિરાગ રાજુભાઇ બુટાણીના નિખીલ રાજુભાઇ બુટાણીએ એક સંપ કરી વાડીમાં જમનભાઇ સાથે જમીનના ભાગ બાબતે બોલાચાલી કરી ગાળો આપતા જમનભાઇએ ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઇ જઇ ચારેય શખ્સોએ લાકડાના ઘોડા વડે જમનભાઇને માર મારતા હોય તેને બચાવવા તેની પત્નિ અને પુત્ર વચ્ચે પડતા તેને બન્નેને પણ લાકડાના ધોકા વડે માર મારતા ફ્રેકચર જેવી ઇજાઓ કરતા જમનભાઇની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ચારેય શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

(3:08 pm IST)