Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

જેતપુર નજીક અકસ્માતમાં ચારણ સમઢીયાળાના કડવાભાઇ સુવાનું મોત

થાણાગાલોળ ચોકડી પાસે કારે બાઇકને ઉલાળતા અકસ્માતઃ ચાલાકની ધરપકડ

 જેતપુર તા. ૭ : જેતપુરના થાણાગાલોળ ચોકડી પાસે કાર ચાલકે મોટર સાયકલને હડફેટે લેતા પટેલ વૃદ્ધનું મોત થયું હતું.

મળતી વિગતો મુજબ તાલુકાના ચારણ સમઢીયાળા ગામે રહેતા કડવાભાઇ પાંચાભાઇ સુવા (ઉ.૭૦) પોતાનું બજાજ બોકસર મોટર સાયકલ લઇ જતા હતા ત્યારે થાણાગાલોળ અમરાપર ચોકડી પાસે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા માથામાં ગંભીર ઇજા થતા કડવાભાઇનું મોત નિપજતા તેમના મૃતદેશને પી.એમ માટે હોસ્પીટલે ખસેડાતા તાલુકા પોલીસે તેમના પુત્ર પરેશભાઇની ફરીયાદ પરથી કાર ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર ચાલક રાજેષ ભાભલુભાઇ બોઘરા (રહે. પાવર હાઉસ પાસે-વડીયા)ની ધરપકડ કરી હતી.

બાઇકની ચોરી

તાલુકાના જેતલસર જંકશન ગામે પોપટપરા વિસ્તારમાં રહેતા ઇંદ્રસિંહ પ્રભાતભાઇ ગોહેલે પોતાનું મો.કસા.નંબર જી.જે.૩ કેએફ ૯૮૪૪ વાળુ ઘર પાસે પાર્ક કરેલ હોય બપોરના ર વાગ્યાના અરસામાંં કોઇ અજાણ્યા તસ્કરે મોકસા રૂ. ૩૦ હજારનું ચોરી કરી ગયા હોય તે અંગેની ફરીયાદ તાલુકા પો.સ્ટે.માં નોંધાયેલ છે.

(3:06 pm IST)